પૃથ્વીની સપાટી નીચે પણ વિશાળ પર્વતો

20 February 2019 12:16 PM
Astrology India Technology
  • પૃથ્વીની સપાટી નીચે પણ વિશાળ પર્વતો

વિજ્ઞાનીઓએ સપાટી અને કેન્દ્ર વચ્ચેનો 660 કીમી ઉંડાઈએ આવેલો ભૂઅંશ શોધી કાઢયો; અત્યાર સુધી બાળકોને એવું ભણાવવામાં આવે છે કે સપાટી, (કસ્ટ) અને કેન્દ્ર અથવા મધ્યબિંદુ (કોર) અને એની વચ્ચેનો ભૂઅંશ (મેટલ) એમ પૃથ્વીના 3 પડ છે. વિજ્ઞાનીઓએ હવે 660 કીમી ઉંડાઈએ પર્વત જેવું એક નવું થડ શોધી કાઢયું છે

Advertisement

ન્યુયોર્ક: વિજ્ઞાનીઓએ પૃથ્વીની સપાટી અને મધ્યબિંદુના વચ્ચેના ભાગમાં વિશાળ પર્વતો શોધી કાઢયા છે. પૃથ્વી કઈ રીતે રચાઈ એની જાણકારી મેળવવામાં આપણને આ કારણે નવી દિશા મળશે. હાલમાં શાળાના વિદ્યાર્થીઓને એવું ભણાવવામાં આવે છે કે પૃથ્વીના 3 સપાટી,મધ્યબિંદુ અને કેન્દ્ર એવા ત્રણ પડ હોય છે. કોર-કેન્દ્રનું પણ બે ભાગમાં આંતરિક અને બાહ્ય કેન્દ્ર-કોરમાં વિભાજન કરવામાં આવે છે.
આવી માન્યતા ખોટી નથી, પણ એ કારણે અન્ય પડો બાકી રહી જતા હતા. વિજ્ઞાનીઓએ હવે એ ખોલી કઢાયા છે.
જર્નલ સાયન્સમાં પ્રસિદ્ધ તપેલા અભ્યાસમાં વિજ્ઞાનીઓએ બોલીવીંયામાં થયેલા પ્રચંડ ભૂકંપના ડેટાનો ઉપયોગ કરી સપાટીની નીચે 660 કીમી ઉંડે આવેલા પડના પર્વતો અને અન્ય ભૂરચનાનો અભ્યાસ કર્યો હતો. આટલી ઉંડાઈનો ભૂઅંશ ઉપરી અને નીચેના મધ્યબિંદુને અલગ કરે છે.
આ પડના ઔપચારિક નામના અભાવે સંશોધકો તેને 660 કીમી બાઉન્ડ્રી તરીકે ઓળખે છે.
પૃથ્વીની નીચે ઝાંખવા અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી અને ચીનના ઈન્સ્ટીટયુટ ઓફ જીઓડેસી એન્ડ જીયોફીઝીલ્સ અને પ્રચંડ ભૂકંપ દ્વારા સર્જાતા પૃથ્વી પરના શક્તિશાળી તરંગોનો ઉપયોગ કર્યો હતો.
7 અથવા એથી વધુ તીવ્રતાવાળા ભૂકંપથી તમામ દિશામાં શોકવેવ ફેલાય છે, જે પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની બીજી બાજુ સુધી પહોંચી પાછા વળે છે.
અભ્યાસ માટે વિજ્ઞાનીઓએ 1994માં બોલિવિયાને હચમચાવી દેનાર બીજા નંબરના તીવ્ર ભૂકંપ પછી સર્જાયેલા તરંગોમાંથી ડેટા લીધા હતા.
પૃથ્વીના ઉંડાણે આવા તરંગોની ગુંચવણભરી વર્તણુંક સર્જવા વિજ્ઞાનીઓએ શક્તિશાળી કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો.
અભ્યાસમાં જણાવાયું હતું કે ભૂકંપના તરંગો એકસરખા- એકસમાન પથ્થરોમાંથી નીકળ્યા પછી તે કોઈ બાઉન્ડ્રી-દીવાલ અથવા સખ્તાઈ સાથે અથડાઈ ભારે પાછા ફરે છે.
વેન્બોવુ નામના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે તમામ પદાર્થોની સપાટી પરવડી હોવાથી પ્રકાશ વહેંચાય જાય છે.
આ કારણે જ આપણે આવા પદાર્થો જોઈ શકીએ છીએ. વિખરાતા તરંગોમાં સપાટીની બરછટતાની માહિતી હોય છે. પ્રસ્તુત અભ્યાસમાં પૃથ્વી અંદર 660 કીમી બાઉન્ડ્રીની રફનેસ સાથે સફળતા સિરિમક વેવ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
660 કીમી ઉંડાઈએ આવેલી આ દીવાલ આપણે જે સપાટી પર જીવીએ છીએ તેના કરતા પણ વધુ બરછટ હતી એ જાણી સંશોધકોને આશ્ર્ચર્ય થયું હતું.
બીજા શબ્દોમાં કહીએ તો પથરાળ પર્વતો અથવા એપ્યાલાચેઈન કરતા પણ 660 કીમીની બાઉન્ડ્રી ખાતે વધુ મજબૂત ભૂઅંશ જોવા મળ્યો હતો.


Advertisement