લગ્નના કાર્યક્રમમાં નાચી રહેલા પરિવારજનોને એક ટ્રકે કચડી દીધા.. 13 લોકોના મોત

19 February 2019 05:14 PM
Travel

Advertisement

ચિત્તોડગઢ-પ્રતાપગઢ નેશનલ હાઈવે 113 પર રાતે લગ્નના કાર્યક્રમમાં નાચી રહેલા પરિવારજનોને એક ટ્રકે કચડી દીધા હતા. બેકાબૂ બનેલા આ ટ્રકના અકસ્માતમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા હતા જ્યારે દુલ્હનનું પણ મોત થયું હતું. ઘાયલ લોકોને ઉદેપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમાંથી અમુક લોકોની હાલત ગંભીર માનવામાં આવે છે. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો


Advertisement