શહીદ પરિવારોને મદદ કરવા સુરત પાટીદાર સમાજ, વેપારીઓની પહેલ

16 February 2019 04:31 PM
Gujarat
  • શહીદ પરિવારોને મદદ કરવા સુરત પાટીદાર સમાજ, વેપારીઓની પહેલ

સમુહ લગ્નની ભેટ શહીદોના પરિવારોને અપાશે

Advertisement

સુરત: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર દેશમાં ટીકા થઈ રહી છે, ત્યારે સુરત શહેરના લોકો શહીદોની સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા શહેરમાં 17 ફેબ્રુઆરીના રોજ આયોજીત કરાયેલા વહારે આવ્યા છે. સમુહ લગ્નમાં જેટલી પણ ભેટ આવશે, તેને શહીદોના પરિવારને આપી દેવાશે. આ સમૂહલગ્નમાં 261 યુગલ પરણી રહ્યા છે. આ ઉપરાંત, ટેકસટાઈલ વેપારીઓએ પણ સમગ્ર શહેરમાં શનિવારના રોજ શહીદોના માનમાં માર્કેટ બંધ રાખી હતી. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈસ્ડસ્ટ્રી દ્વારા પણ શહીદોના પરિવારજનો માટે ફંડ એકઠું કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકીય પક્ષો સહીત અનેક સંસ્થાઓ અને સંગઠનો પણ શહીદોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શહીદોના પરિવારો માટે 5 લાખનું ભંડોળ એકત્ર કરાયું છે. વિવિધ સંગઠનોએ પણ અત્યાર સુધી છ લાખનું ભંડોળ એકત્ર કર્યું છે.


Advertisement