એ હાલો, વિદેશ ફરવા જઈએ

16 February 2019 11:49 AM
India Travel
  • એ હાલો, વિદેશ ફરવા જઈએ

મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને બેંગાલુરુ જેવા મેટ્રો શહેરોની સામે હવે ટિવટ-2 કહેવાતા નાના શહેરોના લોકો પણ વિદેશ જવા લાગ્યા છે. 48 દેશોની સરકારને સેવા આપતા અને 17 ભારતીય શહેરોમાં વિઝા એપ્લીકેશન સેન્ટર ધરાવતા બીએફએસ ગ્લોબલએ 2018માં 52.8 લાખ વિઝા અરજી પ્રોસેસ કરી હતી.

Advertisement

નવી દિલ્હી: વિદેશી કાંઠો ઉતરોતર ભારતીયોને આકર્ષી રહ્યો છે. ખાસ કરીને નોન મેટ્રો શહેરોના લોકોને હવે વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે. વિઝા વીએફએસ ગ્લોબલએ 2018માં 52.8 લાખ વિસા અરજી પ્રોસેસ કરી હતી. આગળના વર્ષ કરતાં આ સંખ્યા 13% વધુ છે.
ભારત બહાર જતાં લોકોનો ટવીટ-2 શહેરોના નાગરિકોની સંખ્યા વધી છે. મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને બેંગાલુરુ જેવા મેટ્રો શહેરોમાંથી વિઝા અરજીઓનો ગ્રોથ જળવાઈ રહ્યો છે, પણ વીએફએસના ડેટા મુજબ જલંધર (66%) ચંડીગઢ (54%) પુડુચેરી (43%) અને ગોવા (45%) જેવા ટિવટ ટુ શહેરોના અરજદારોની સંખ્યામાં ભારે ઉછાળો નોંધાયો છે. અમદાવાદ (32%) અને પૂણે (20%) જેવા અન્ય શહેરોમાં પણ અરજદારોનો નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો હતો.
વીએફએસ ગ્લોબલના મિડલ ઈસ્ટ સાઉથ એશિયા અને ચીન માટેના રિજનલ ગ્રુપના સીઓઓ વિનય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ભારતમાંથી પ્રતિ વર્ષ વિઝા અરજીઓની સંખ્યામાં વધારો થયો એ બતાવે છે કે વિદેશ પ્રવાસ હવે કેટલાક વિશેષાધિકાર વર્ગનો ઈજારો રહ્યો નથી.
ધાર્યા મુજબ, ભારતીયો તરફથી મોટાભાગની અરજીઓ કેનેડા, મલેશિયા, શેનજન (યુરોપીય દેશો) થાઈલેન્ડ, યુએસ અને યુકે જવા થાય છે. 2017ની સરખામણીએ 2018માં જે દેશો માટેની અરજીઓમાં નોંધપાત્ર વધારો થયો તેમાં એક પ્રજાસતાક, ઈસ્ટોનિયા, જાપાન અને તુર્કીનો સમાવેશ થાય છે.
વીએફએસનાં જણાવ્યાં મુજબ બે વર્ષના ગાળામાં ભારતમાંથી વિઝા અરજીઓમાં 22% વધારો થયો છે. વીએફએસ 48 કલાયન્ટ સરકારોને દેશના 17 શહેરોમાં વિઝા એપ્લીકેશન સેન્ટર દ્વાર સેવા આપવા ઉપરાંત ડોરસ્ટેપ વિઝા સેવા પુરી પાડે છે.
આમ જોવા જઈએ તો છેલ્લા એક દસકામાં ભારતમાંથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધ્યો છે. એની સામે આ ગાળામાં ડોમેસ્ટીક એર ટ્રાવેલમાં ઉતાર-ચડાવ જોવા મળ્યો છે.
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા બે દસકાથી વિદેશ જતા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. 2017ના કેલેન્ડર વર્ષમાં 2.4 ટકા ભારતીયોએ દેશ બહાર પ્રવાસ કર્યો હતો. એના આગલા વર્ષે આ સંખ્યા 2.2 કરોડ હતી. તે જોતા એક વર્ષમાં 9.5 ટકા પ્રવાસીઓ વધ્યા છે. વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા ભારતીયોની સંખ્યા માત્ર 44.2 લાખ હતી.
સેન્ટર ફોર એવિએશન એન્ડ એકસપીડીયાના સંયુક્ત રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય વિદેશી લેઝર માર્કેટ 48 કલાક ટ્રિપનું છે. કુલ ડિપાર્ચટના એ માત્ર 30% છે. 53% ની વૈશ્ર્વિક સરેરાશ સામે ભારતનો લેઝર શેર ઘણો ઓછો છે.
2016માં ભારતીય નાગરિકોના 2.2 કરોડ ડિપાર્ચર હતા. એમાં બિઝનેસ, લેઝર,શિક્ષણ ચિત્રો અને સગા-વ્હાલાની મુલાકાત એમ તમામ હેતુઓ સામેલ હતા. 2025 સુધીમાં 1.4 કરોડ લેઝર ડિપાર્ચર થવાની ધારણા છે. વિદેશ પ્રવાસમાં હવે પછીના વિકાસ-તબકકામાં ટિવટ-2 શહેરોનો હિસ્સો નોંધપાત્ર પ્રમાણમાં વધવા ધારણા છે. વિકાસની ક્ષમતા શકયતા જોતાં લગભગ દરેક દેશના પ્રવાસન બોર્ડ ભારતમાં હાજરી ધરાવે છે. ભારતીયો વધુ નાણા ખર્ચાતા હોવાથી તેમને આકર્ષવા વિદેશી એજન્સીએ કોઈ કસર રાખવા માંગતી નથી.


Advertisement