આવકવેરા વિભાગ વિડીયો-કોન્ફરન્સિંગથી કરદાતાની રિટર્ન સંબંધી પુછપરછ કરશે

11 February 2019 04:58 PM
India

સ્ક્રુટીની હેઠળના કેસોમાં રૂબરૂ મુલાકાત રાખવામાં આવશે

Advertisement

નવી દિલ્હી તા.11
તાજેતરના વચગાળાના બજેટમાં આવકવેરા વિભાગ સાથે અજ્ઞાત સંવાદની જાહેરાત કરવામાં આવી હતી, એનો હેતુ તપાસના સંજોગોમાં કરદાતાને વિડીયો-કોન્ફરન્સીંગ દ્વારા તેનો કેસ રજુ કરવાની તક આપવાનો છે. આનાથી કરદાતાનો કિંમતી સમય બચી જશે, અને એ સાથે કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચેનો સીધો સંપર્ક દૂર થતાં ભ્રષ્ટાચારની તક ઓછી થશે.
બજેટ પછી આઈટી કમિશ્ર્નર (સીસ્ટમ્સ) રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે વિડીયો કોન્ફરન્સીંગ પછી કોઈ તારણ પર આવતા પહેલા કેસનો કવોલીટી રિવ્યુ કરવામાં આવશે. વળી, કરદાતાના રિટર્નની સ્ક્રુટીની પહેલા વેરીફીકેશન કરવામાં આવશે. નવી પ્રક્રિયામાં વેરીફીકેશન, ઈન્કવાયરી, રિવન્યુ અને અન્ય કામકાજ જુદી જુદી ટીમો કરશે.
એ ઉપરાંત એપેલેટ બોર્ડની કેન્દ્રીયકૃત સમીક્ષા કરવામાં આવશે. જેથી આગળ લઈ ન જવો પડે એ માટે કેસ પાછળ વિભાગે સમય ઘટાડવો ન પડે.નાણાપ્રધાન પિયુષ ગોયલે વચગાળાના બજેટમાં સ્ક્રુટીની માટે પસંદ થયેલા રિટર્નની આકારણી અજ્ઞાત એક ઓફીસ દ્વારા ઈલેકટ્રોનીક માધ્યમથી કરવા જાહેરાત કરી હતી. આ માટે પૂર્ણ સીસ્ટમ ગોઠવાતા બે એક વર્ષ લાગશે, પણ ટ્રાયલ શરુ થઈ ચૂકી છે.
સરકાર છેલ્લા કેટલાક સમયથી આઈટી વિભાગમાં સીસ્ટમ ગોઠવવા પ્રયાસ કરી રહી છે. જેથી વિભાગના કોની પાસે કેટલું કામ બાકી છે તે જોઈ શકાશે.સૂત્રોના જણાવ્યા મુજબ મેન્યુઅલ સિસ્ટમમાં અધિકારીએ વચેટીયા, દલાલો અને ચાર્ટર્ડ એકાઉન્ટસ સાથે સાંઠગાંઠ કરી લાંચના બદલામાં કરની જવાબદારી ઓછી આંકતા હતા. એ ઉપરાંત સાચા કરદાતાઓને બિનજરૂરી હેરાન પણ કરાતા હતા.


Advertisement