નવી દિલ્હી તા.11
મસ્કતથી કાલીકટ આવી રહેલી એર-ઈન્ડીયાની ફલાઈટમાં ઓકસીજન પ્રેસર ઘટી જતા ચાર મુસાફરોએ બ્લીડીંગની ફરિયાદ કરી હતી. જયારે અન્યના કાનમાં દુખાવો શરુ થયો હતો. એરઈન્ડીયાના બોઈંગ 737 વિમાન 180 મુસાફરો સાથે આવી રહ્યું હતું. ત્યારે આ ઈસ્યુ ઉભો થતા પાઈલોટે તે સમયે વિમાનને વધુ ઉંચે લઈ જવાનું સાહસ કર્યું ન હતું અને ફલાઈટ મસ્કત પરત લાવવામાં આવી હતી. વિમાન હવામાં 30 મીનીટ રહ્યું ત્યાંજ આ તકલીફ સર્જાઈ હતી અને તે 12000 ફુટની ઉંચાઈએ હતું.
તે સમયે કેબીન પ્રેસર સીસ્ટમમાં આ તકલીફ ઉભી થઈ હતી અને મુસાફરોએ બેચેની મહેસૂસ કરતા હોવાની ફરિયાદ કરી હતી. જો કે પાઈલોટે તુર્ત જ વિમાનની ઉંચાઈ ઘટાડીને તેને મસ્ક પરત લવાયું હતું. એર ઈન્ડીયાના જણાવ્યા મુજબ વિમાનમાં ટર્ન સમયે ધ્રુજારી ઉભી થઈ હતી છતાં પણ સલામતીને ધ્યાનમાં લઈને તમામ મુસાફરોને અન્ય ફલાઈટમાં રવાના કરવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી.