જુનાગઢ યાર્ડમાં ખેડુતોનો હોબાળો: મગફળી જોખવા બે હજાર પડાવાતા હોવાનો આક્ષેપ

11 February 2019 03:34 PM
Junagadh
Advertisement

જુનાગઢ તા.11
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હવે છેલ્લા સીન છે ત્યારે જુનાગઢ યાર્ડમાં ગઈકાલે પોલીસ ફરીયાદ યાર્ડમાં ખરીદી કરતા અધિકારી ઓડેદરા રમેશભાઈ એ નોંધાવી હતી. ત્યારે સામાપક્ષે ખેડુતોએ મગફળી જોખવા માટે ખેડુતો પાસેથી રૂા.બે હજાર લેવામાં આવતા હોવાનો હોબાળો થતા ખેડુતો રોષે ભરાયા હતા જો ખેડુતો રૂા.બે હજાર ન આપે તો મગફળી રીજેકટ કરવામાં આવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખેડુતો 70 કી.મી. દૂરથી મગફળી ભરીને જુનાગઢ યાર્ડમાં પહોંચાડે છે. પીયાવા (વિસાવદર)થી મગફળી ટ્રકમાં ભરીને આવેલ તેના રૂા.બે હજાર માંગવામાં આવેલ તેના સેમ્પલ લીધા બાદ નાણા બે હજાર માંગતા અડધી મગફળી જોખાયા બાદ મગફળી રીજેકટ કરી નાખતા હોબાળો થવા પામ્યો હતો.
બે દિવસથી લીગધ્રાથી આવેલ ખેડુતની 15 બોરી મગફળી જોખાયા બાદ અન્ય મગફળી રીજેકટ કરી નાખતા તેનો વહીવટ કરવો પડશે તેમ કહૈતા હંગામો થયો હતો. મગફળી પહોંચાડવાનો 2100 નો ખર્ચ થયો છે.
ખેડુતો જો રૂા.2 હજાર ન આપે તો મગફળી રીજેકટ કરી દેવામાં આવે છે. જેની મોટી સંખ્યામાં ખેડુતો ધસી આવ્યા હતા. હજારોનો ખર્ચ બે દિવસથી હેરાન થતા ખેડુતો ના જણાવ્યા મુજબ વેપારીઓ અને આ ખરીદી કરાતાઓની સાંઠ ગાંઠના કારણે મગફળી રીજેકટ કરવામાં આવે છે.
અમીત પટેલના જણાવ્યા મુજબ મગશ્રળી જોખવા માટે ખેડુતો પાસેથી નાણા લેવામાં આવે છે ન આપે તો મગફળીને રીજેકટ કરવામાં આવે છે. મામલતદાર સહિતના અધિકારીઓ મૌન સેવી ચુક કેમ? તે સવાલ ખેડુતોએ ઉઠાવ્યો છે. આ અંગે તપાસની માંગણી કરવામાં આવી છે. ઉલ્ટાની ફરીયાદ નોંધાવતા ખેડુતો ન ઘરના ન ઘાટના રહેવા પામ્યા છે.


Advertisement