જુનાગઢ જિલ્લાના ખેડુતો માટે પ્રધાન મંત્રી કિસાન સન્માનનિધિની કામગીરી શરૂ

11 February 2019 03:34 PM
Junagadh
Advertisement

જુનાગઢ તા.11
કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ વખત સમગ્ર દેશમાં ખેડુતોને પ્રધાન મંત્રી કિશાન સન્માન નીધીનો અમલ કરી તાત્કાલીક ખેડુતોના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા સીધો ચેક જમા થઈ શકે તે માટેની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી છે. અને એક જ અઠવાડીયામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આ અંગે જુનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધી એ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કીસાન સન્માન વીધી યોજના જે ખેડુતોને પરીવારની કુલ જમીન બે હેકટરથી વધુ ન હોય તેવાનાના સીમાંત ખેડુતોને રૂા.6 હજારની રકમ આપવામાં આવશે કલેકટર ડો. પારધીએ વધુમાં જણાવ્યું છે કે પ્રથમ હપ્તો રૂા.2000નો તાત્કાલીક ચુકવવામાં આવશે. આ માટે ખેડુતોએ નિયત નમુનામાં અરજી કરવાની રહૈશે ખેડુતોએ ગ્રામ પંચાયત કે તલાટીનો સંપર્ક કરવા જણાવાયીં છે આ યોજનાનો લાભ સીમાંત ખેડુતોને આપવા માટે એક જ અઠવાડીયામાં આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી છે.


Advertisement