સત્યનો વિજય થશે: રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા

11 February 2019 02:12 PM
India
  • સત્યનો વિજય થશે: રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા

ફેસબુક પેજ પર પ્રથમ વખત પુછપરછ પર પ્રતિભાવ

Advertisement

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેકટરની તપાસની ભીસનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાએ ગઈકાલે ફેસબુક પર પ્રથમ પદ્ધતિ આ પુછપરછ અંગે પ્રતિભાવ આપતા કહ્યું કે અંતે તો સત્યનો જ વિજય થાય છે. રોબર્ટ વાડ્રાની વિદેશમાં તેમની મિલ્કતો અને ભારતમાં જમીન ખરીદી પ્રકરણો અંગે છેલ્લા ત્રણ દિવસથી સતત પુછપરછ થઈ રહી છે. તેના પર શનિવારે સાંજે ફેસબુક પરથી પ્રતિક્રિયામાં રોબર્ટ લખ્યુ કે હું ખૂબ જ સારી સ્થિતિમાં છું અને કોઈપણનો સામનો કરવા તૈયાર છું. હું કહું છું કે સત્ય તો વિજય થશે તેણે તમામને રવિવારની શુભેચ્છા આપી હતી. રોબર્ટને હવે કાલે ફરી જયપુર-જમીન પ્રકરણમાં પુછપરછ થવાની ધારણા છે.


Advertisement