જામકંડોરણાની ગૌવંશ પાંજરાપોળ ખાતે આજથી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવ

11 February 2019 01:58 PM
Dhoraji
  • જામકંડોરણાની ગૌવંશ પાંજરાપોળ ખાતે આજથી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવ

જ્ઞાનયજ્ઞ દરમિયાન ધાર્મિક પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)
ધોરાજી તા.11
જામકંડોરણા ખાતે કાલાવડ રોડ પર આવેલી ગૌવંશ પાંજરાપોળની જગ્યામાં સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા તથા જયેશભાઇ રાદડીયાના નેતૃત્વ હેઠળ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આજે તા.11ના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ પોથી યાત્રા જામકંડોરણાના વૈષ્ણવ સમાજથી પ્રસ્થાન કરી નગરના દરવાજા પટેલ ચોક થઇ ગૌશાળા ખાતે પોથી પધારાવાશે. આ પાવનકારી જ્ઞાનયજ્ઞના વકતા શ્રી વૈષ્ણવના પુજય શ્રી કુંજેશકુમારજી ધર્મમય સંગીતના સથવારે દરરોજ કથાનું રસપાન કરાવશે. આ શ્રીમદ ભાગવત મહોત્સવમાં ભગવાનની જન્મ ગીરીરાજજી ઉત્સવ રૂકમણી વિવાહ વગેરેના ઉત્સવ ભાવભેર રીતે ઉજવવામાં આવશે. રમેશભાઇ ધડુકે આ શ્રીમદ ભાગવત સપ્તાહના યજમાન પદેથી જામકંડોરણા સહિત તાલુકાભરના ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરવા ભાવભર્યુ આમંત્રણ આપ્યું છે.
ખોડલધામ સમિતિના યુવાનો તથા ખોડલધામ મહિલા સમિતિના સભ્ય શ્રીમદ ભાગવત મહોત્સવમાં ભારે ઉમંગભેર જહેમત ઉઠાવી રહ્યા છે.


Advertisement