બીજિંગ તા.11
વર્ષ 1964માં ચીન એકમાત્ર એવો દેશ હતો જેણે ન્યૂક્લિયર વેપનને લઇને એક સ્વ-કરાર તૈયાર કર્યો હતો. આ કરાર અનુસાર, ચીન ક્યારેય ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરવાની પહેલ નહીં કરે. ચીન માત્ર એવા સમયે જ ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરશે જ્યારે દુશ્મન દેશ તરફથી ન્યૂક્લિયર હુમલાઓ કરવામાં આવે. સામે પક્ષે અમેરિકા દ્રઢપણે આ પ્રકારની કોઇ પણ પોલીસીને અનુસરવાની મનાઇ કરી રહ્યું છે. ચીનથી તદ્દન વિરૂદ્ધ અમેરિકાએ ન્યૂક્લિયર વેપનના ઉપયોગનો ’અધિકાર અનામત’ રાખ્યો છે. અમેરિકા કોઇ પણ યુદ્ધમાં ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરવાનું નહીં ચૂકે. બીજી તરફ, યુકેએ કહ્યું કે, તેણે પોતાના ન્યૂક્લિયર હથિયારો ’રફ સ્ટેટ’ (ઠગ કે દુષ્ટ રાજ્યો) માટે રિઝર્વ કરીને રાખ્યા છે. જેથી બ્રિટિશ સૈન્ય ન્યૂક્લિયરને કોઇ પણ હુમલા માટે ઉપયોગ કરી શકે છે.
દાયકાઓથી બીજિંગ તેના NFU વલણને લઇને અભિમાન કરતું આવ્યું છે, પરંતુ હવે એક્સપર્ટ્સ અનુસાર આ દ્રશ્ય ભવિષ્યમાં બદલાઇ શકે છે. હવે મલ્ટિ-બિલિયન પાઉન્ડ નેવલ આર્મ રેસને ધ્યાનમાં રાખી ચીન પોતાની દાયકાઓ જૂની ન્યૂક્લિયર પોલીસીને બદલી નાખે તેવી શક્યતાઓ છે.
એક્સપર્ટ્સ અનુસાર, ઐતિહાસિક રીતે ચીન હંમેશાથી પોતાના ન્યૂક્લિયર હથિયારોના લોન્ચિંગ મુદ્દે પોલીસીને વળગી રહ્યું છે. જો કે, વર્તમાનમાં પ્રેસિડન્ટ શી જિનપિંગ તેની મિલિટરી પાછળ બિલિયન ડોલરનો ખર્ચ કરી કરી રહ્યા છે.
હોંગકોંગ બેઝ્ડ મિલિટરી એક્સપર્ટ સોંગ ઝોંગપિંગએ કહ્યું કે, ચીન ન્યૂક્લિયર ક્ષમતામાં શરૂઆતથી જ રશિયાની પાછળ છે. જ્યારે અમેરિકા પાસે 90 ટકાથી વધુ વૈશ્વિક ન્યૂક્લિયર વેપન્સ છે.
સોંગ અનુસાર, ચીન પાસે પોતાની ક્ષમતાને વધુ શક્તિશાળી બનાવવા સિવાય કોઇ વિકલ્પ નથી. તેણે દરિયાઇ ન્યૂક્લિયર પ્રતિબંધક ક્ષમતાને ગુણવત્તા અને જથ્થાના હિસાબે વધારવી પડશે. કારણ કે, અમેરિકા ચીનના વ્યૂહાત્મક સબને અટકાવવાના બનતા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. અમેરિકાનો મુખ્ય ધ્યેય બીજિંગની બીજી સ્ટ્રાઇક કેપેબિલિટીની ઉપેક્ષા કરવી એ છે. જેથી ચીન પાસે માત્રને માત્ર ન્યૂક્લિયર હુમલા સિવાય બીજો કોઇ ઓપ્શન ના રહે.
બીજિંગનું વલણ સાઉથ ચાઇના સી મુદ્દે માલિકીનું જ રહ્યું છે, તેણે અન્ય કોઇની પણ દરકાર રાખ્યા વગર જ વિવાદિત ક્ષેત્રોમાં સાત આર્ટિફિશિયલ આઇલેન્ડ્સ બનાવી દીધા છે. આ આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવવાના પાછળના કારણો પણ સ્પષ્ટ રીતે આપ્યા છે.
કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન સેન્ટરના ઓબ્ઝર્વર્સ અનુસાર, ચીન સાઉથ ચાઇના સીને બીજિંગનું હોટ સ્પોટ ગણાવે છે, પરંતુ વોશિંગ્ટન આ પ્રદેશમાં ઓઇલ અને ગેસ પર કોનો કંટ્રોલ રહેશે તે મુદ્દે પીછેહઠ કરવાની મનાઇ કરી ચૂક્યું છે.