હું રેસિસ્ટ ન હોવાથી કોઇ મને એ કહે એ પસંદ નથી: ઇશા ગુપ્તા

11 February 2019 12:22 PM
Entertainment
  • હું રેસિસ્ટ ન હોવાથી કોઇ મને એ કહે એ પસંદ નથી: ઇશા ગુપ્તા

Advertisement

ઇશા ગુપ્તાનું કહેવું છે કે તેને કોઇ રેસિસ્ટ કહે એ પસંદ નથી. ઇશાએ થોડા દિવસો અગાઉ નાઇજીરિયાના એક ફૂટબોલર એલેકઝાન્ડર આઇવોબી પર કરેલી કમેન્ટને લઇને તે વિવાદમાં સપડાઇ હતી અને તેની એ કમેન્ટને રંગભેદની કમેન્ટ તરીકે જાહેર કરવામાં આી હતી અને એને લઇને સોશ્યલ મીડિયા પર તેની ખુબ નિંદા થઇ હતી. સ્થિતિ વણસતાં તેણે માફી પણ માંગી લીધી હતી. સાથે જ ઇશાએ એક માફીપત્ર આઇવોબી અને આર્સેનલ ફૂટબોલ કલબના નામે લખ્યો હતો. ખોટી રીતે પોતાને ટાર્ગેટ કરવામાં આવી છે એવું જણાવતાં ઇશાએ કહ્યું હતું કે હું શરૂઆતથી જ કહેતી આવી છું કે મને ખોટી રીતે આરોપી બનાવવામાં આવી છે. ગ્રુપ ચેટમાં તમે ગેમને લગતી અન્ય વીસ વાતો કહેતા હો છો અમે પણ ગેમ વિશે જ ચર્ચા કરી રહ્યા હતા. અમે બધા આર્સેનલના ફેન્સ છીએ. લોકો કહેવા લાગ્યા કે તે હસી રહી છે. પરંતુ તેમને એ વાતની જાણ ન થઇ કે હું શું કામ હસી રહી હતી. મેં ચેટમાં ચોખવટ કરી હતી કે તેણે પ્રયત્નો કરવા જોઇએ. ભારતમાં લોકો ગોરીલા અને વાંદરાનો ખરો અર્થ સમજતા નથી. એ શબ્દો રેસિસ્ટ છે કે નહી એ આપણે નથી જાણતા. હું એવા કેટલાય પેરન્ટસને ઓળખું છું જે પોતાના બાળકોને એમ કહે છે કે તે વાંદરા જેવા દેખાય છે. એથી એમ ન કહી શકાય કે તેઓ રંગભેદના સંદર્ભમાં આ કહી રહ્યા છે. ઇશાની એક ફ્રેન્ડે કહ્યું હતું કે તે ગોરીલા છે અને તેનું ઇવોલ્યુશન હજી નથી થયું. આ કમેન્ટ પર ઇશાએ કમેન્ટ આપી હતી કે મને સમજ નથી પડતી કે તેના પર વધુ પ્રયોગ કેમ કરવામાં નથી આવતા. આ કમેન્ટનો પણ ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે. આ વિશે ઇશાએ કહ્યું હતું કે મેં મારી ભૂલને સ્વીકારી છે કે હું એ કમેન્ટમાં રેસિસ્ટનો અર્થ સમજી નહી શકી. આ મારી ભૂલ હતી અને મેં એના માટે માફી પણ માંગી લીધી હતી. લોકોેએ મારી માફીને ટવીટર પર ઉત્સાહ વગર સ્વીકારી હતી. તેઓ સ્પષ્ટિકરણ આપવાનો પણ સમય નથી આપતા. મોટા ભાગના એમાંથી ટ્રોલર્સ હતા. તેમણે એ જાણી લીધું કે હું હાલમાં નબળી પડી રહી છું. એથી તેમણે બધી બાજુએ મને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું. મારા પર આરોપો મુકવા લાગ્યા હતા. મારા જીવનમાં કયારેય પણ મને રેસિસ્ટ કહે એ હું નહી સ્વીકારૂ. કારણ કે એ હું છું જ નહી.


Advertisement