ઠંડીમાં મામુલી રાહત : 7.4 ડિગ્રી સાથે નલીયા સૌથી ઠંડુ : અન્યત્ર તાપમાન બે આંકડામાં

11 February 2019 12:05 PM
Rajkot Gujarat
  • ઠંડીમાં મામુલી રાહત : 7.4 ડિગ્રી સાથે નલીયા
સૌથી ઠંડુ : અન્યત્ર તાપમાન બે આંકડામાં

રાજકોટમાં 11.પ, ભાવનગર 11.4, કંડલા 11 ડિગ્રી

Advertisement

રાજકોટ તા.11
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે રાત્રીથી લોકોએ ઠંડીમાં થોડી રાહત અનુભવી હતી. આજે સવારે ટાઢક વચ્ચે મોટા ભાગના શહેરોમાં ન્યુનતમ તાપમાન બે આંકડામાં આવ્યું છે. તો કચ્છનું નલીયા 7.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું છે.
રાજકોટનું લઘુતમ તાપમાન આજે 11.5 ડીગ્રી, ભાવનગર 11.4, ભૂજ 11.7, કંડલા 11 અને ડીસામાં 8.6 ડિગ્રી હતું.
હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજય કોલ્ડવેવમાંથી પસાર થઇ રહ્યું છે. હજુ એકાદ સપ્તાહ ઠંડીનું જોર રહેશે એવું કહેવાઇ રહ્યું છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઇને ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાઇ રહ્યા છે. તેના લીધે પારો નીચે ગગડી ગયો છે. હાલ પવનની દિશા ઉતર-પશ્ર્ચિમ છે તે 16મીથી બદલાઇને પશ્ર્ચિમ થઇ જશે. ત્યારબાદ શિયાળો વિદાય લે તેવી સંભાવના છે.
કાશ્મીરની બરફ વર્ષા અને ઉતર ભારતની આકરી ઠંડીના કારણે ગુજરાતમાં ચાલી રહેલા કોલ્ડવેવમાં પણ ઠંડીનો ચમકારો દેખાયો હતો. રાજકોટમાં પણ ગતરાતથી પવનના સુસવાટા શરૂ થઇ ગયા હતા અને તીવ્ર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હતો. ઠંડા પવનોને કારણે ઠંડીમાં કોઇ ખાસ ઘટાડો જોવા મળ્યો ન હતો અને સવારના ભાગે ઠંડી રાહત મેળવવા માટે તાપણા કરી બેઠેલા જોવા મળ્યા હતા. આગામી બે ત્રણ દિવસમાં ઠંડીમાં રાહત મળવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.


Advertisement