માયાવતી ઢીલા પડયા: યુપીમાં કોંગ્રેસને 12 બેઠકોની ઓફર

11 February 2019 12:01 PM
India
  • માયાવતી ઢીલા પડયા: યુપીમાં કોંગ્રેસને 12 બેઠકોની ઓફર

પ્રિયંકાના રોડ-શો પુર્વે યુ-ટર્ન લીધો

Advertisement

નવી દિલ્હી: ઉતરપ્રદેમાં કોંગ્રેસના રાજકારણમાં યુવા નેતા પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી બદલાઈ શકતા રાજકીય ચિત્રમાં અગાઉ કોંગ્રેસને નજર અંદાજ કરીને ગઠબંધન બેઠક સમજુતી કરનાર સપા-બસપા ઢીલા પડયા હોય તેવા સંકેત છે અને યુપીમાં કોંગ્રેસ પીને બે નહી 12 બેઠકો લડવા માટે ઓફર કરી હોવાનો દાવો કોંગ્રેસના સૂત્રોએ કર્યો હતો. જો કે પક્ષ રાજયમાં જો જોડાણમાં સામેલ થાય તો 30 બેઠકો તેને ફાળવવામાં આવે તેવી માંગણી થઈ શકે છે. સપા-બસપાએ અલગથી સમજુતી કરીને બન્ને પક્ષોએ 38-38 બેઠકો લડવાની જાહેરાત કરી હતી અને કોંગ્રેસ પક્ષ માટે અમેઠી-રાયબરેલી બેઠક ખાલી રાખવાની તૈયારી બતાવી હતી. તેથી કોંગ્રેસે રાજયમાં તમામ 80 બેઠકો લડવાની જાહેરાત કરીને માયાવતી પર દબાણ લાવ્યું છે.


Advertisement