દબાણકર્તાઓએ હાઈકોર્ટનો સ્ટે બતાવતા નગરપાલિકાની ટીમ કાર્યવાહી કર્યા વિના પાછી ફરી: નામોશીનો દાગ

09 February 2019 03:14 PM
Porbandar

રાણાવાવમાં શહેરી વિસ્તારમાં દબાણો દૂર કરવા ગયેલી ટીમને

Advertisement

(બી.બી. ઠકકર) રાણાવાવ તા.9
રાણાવાવ શહેરી વિસ્તારમાં ભુમાફીયા (1) ઈસ્માઈલ કાસમ સમા (2) સલીમ કાસમ સમા દ્વારા કરવામાં આવેલ દબાણો દૂર કરવા માટે રાણાવાવ ન.પા.ના ચીફ ઓફીસર દ્વારા તા.6/2ના બુધવારે બપોરે 12-00 કલાકે ઉપરોક્ત ભુમાફીયાઓ દ્વારા કરવામાં આવેલ દબાણો દુર કરવાની કાર્યવાહી ઉપરોકત દબાણો દૂર કરવા માટે રાણાવાવ ન.પા.ના ચીફ ઓફીસર દ્વારા ગત તા.28ના દબાણ દૂર કરવાની કામગીરી વખતે હાજર રહેવા માટે (1) એકઝી.મેજી. મામલતદાર રાણાવાવ (2) સીટી સર્વે સુપ્રી. રાણાવાવ, પીએસઆઈ રાણાવાવ, નાયબ કાર્યપાલક ઈજનેર (પીજીવીસીએલ) રાણાવાવ તેમજ ન.પા.ના એન્જીનીયર સંજય પી. મકવાણા, પારસ એમ.ગોરાણીયા, બાંધકામ વિભાગના કલાર્ક હેમંત પી. રાઠોડ, ઈલે. વિભાગના નિમેષ એન. બ્રહ્મભટ તેમજ મસરી ડી. ઓડેદરાને ઉપરોકત દબાણો દુર કરવા તા.6/2ના બુધવારના બપોરે 12 કલાકે હાજર રહેવા લેખીત જાણ કરવામાં આવેલ તેમજ જેસીબી વાહન 1 ટ્રેકટર તથા ટ્રોલી 1 મજુર સાથે ન.પા.નું વોટર પાઉઝર ન.પા.નું એમ્બ્યુલન્સ વાન વગેરે વાહનોના ડ્રાઈવર સાથે ઉપરોકત તારીખ અને સમયે ન.પા. કચેરીએ હાજર રાખવા કોન્ટ્રાકટર ન.પા.ના જે તે વાહનોના ડ્રાઈવરને લેખીત જાણ કરવામાં આવેલ.
ઉપરોકત વિગતે તમામ લગત ઓફીસના અધિકારીઓ, પ્રતિનિધિઓ ન.પા.ના કર્મચારીઓ ન.પા.ના વાહનો તેમજ કોન્ટ્રાકટરના વાહનો ડ્રાઈવર સાથે વિગેરે તા.6/2ના બુધવારે બપોરે 12 કલાકે ન.પા. કચેરીએ હાજર રહેલ હોવાથી ન.પા.ના ચીફ ઓફીસરે દબાણ દુર કરવા માટે હાજર રહેલ ઉપરોકત તમામ કચેરીઓના મુખ્ય અધિકારીઓ તથા એકજી. મેજી. સાથે ઉપરોકત જાહેર માર્ગ ઉપર કરવામાં આવેલ દબાણ દુર કરવા માટે જતા દબાણકર્તા ભુમાફીયા ઈસ્માઈલ કાસમ સમા દ્વારા ચીફ ઓફીસર અને સાથે રહેલ તમામ અધિકારીઓને કોના હુકમથી દબાણ દુર કરવા માટે આવ્યા છો? દબાણ દુર કરવા માટેનો કોઈ હુકમ હોય તો બતાવો ત્યારે ચીફ ઓફીસર દ્વારા તેઓને જણાવેલ કે હાઈકોર્ટના આદેશથી દબાણ દુર કરવા માટે આવ્યા છીએ ત્યાર બાદ ઉપરોકત ભુમાફીયા દ્વારા તા.5/2ના હાઈકોર્ટનો સાત દિવસની મુદત આપવા માટેનો હુકમ ચીફ ઓફીસરને તા.6ના સ્થળ ઉપર જ ચીફ ઓફીસરને આપવામાં આવેલ ખરેખર આ હુકમ જો ન.પા. કચેરીએ ઓફીસ ખુલતાની સાથે જ આપવામાં આવ્યો હોત તો ચીફ ઓફીસર દ્વારા દબાણ હટાવવાની કામગીરી મોકુફ રાખી દેવામાં આવી હોત પરંતુ આ ભુમાખીયા દ્વારા ગેરકાયદેસર મંડળી રચી તમામ અધિકારીઓને અપમાનિત કરવા માટે જ ઉપરોકત હુકમ સ્થળ પર બજાવવામાં આવેલ છે. અને આ લોકો દ્વારા વાયરલ કરવામાં આવેલ વીડીયોમાં આ બાબત સાબિત કરવા માંગતા હોય તેમ આ ભુમાફીયાઓનો એક સાથે વિનોદ હેમરાજ પરમાર તમામ અધિકારીઓને કહે છે કે હકિમ તો અમારી પાસે તા.5ના જ આવી ગયેલ હતો પરંતુ તમારી આખી ટીમને અહીં બોલાવી કાળુ મોઢુ કરવા માટે જ આ હુકમ તમોને અહી બજાવવામાં આવેલ છે. આવું થતા ચીફ ઓફીસર દ્વારા ઉપરોકત હુકમ વાંચી હુકમનું પાલન કરવા માટે દબાણ દુર કરવાનું મોકુફ રાખી પરત ન.પા. કચેરીએ આવવા નીકળતા આ ભુમાફીયાઓ દ્વારા ચીફ ઓફીસર તેમજ તમામ અધિકારીઓને ધકકા મારી નીકળો નીકળો જલ્દી લ્યો આવા અપમાનિત શબ્દો પોલીસની હાજરીમાં બોલી સુત્રોચ્ચાર કરી તેમજ ફટાકડા ફોડી અપમાનીત કરી અસભ્ય વર્તન કરવામાં આવેલ છે અને કાયદા વ્યવસ્થાના ખુલ્લેઆમ લીરા ઉડાડેલ છે.
આમ છતા પણ સ્થળ ઉપર બંદોબસત માટે હાજર રહેલ પીએસઆઈ કે અન્ય કોઈ પણ પોલીસ કર્મચારીઓ દ્વારા આ ભુમાફીયાઓને રોકવામાં આવેલ નથી. તેથી એવું લાગે છે કે આ પોલીસ બંદોબસ્ત માટે ગયેલ હતી કે આ ભુમાફીયાઓની પાર્ટીમાં ગયેલ? તે ખરેખર તપાસનો વિષય બને છે તેથી આ બાબતની તપાસ કરવા પણ યોગ્ય કરશો.


Advertisement