10% આર્થિક અનામતમાં ઉમર-મર્યાદામાં કોઈ છૂટછાટ નથી

09 February 2019 12:45 PM
Ahmedabad Gujarat
  • 10% આર્થિક અનામતમાં ઉમર-મર્યાદામાં કોઈ છૂટછાટ નથી

આર્થિક અનામત સાથે ગુજરાતમાં 5000 જુની એન્જીનીયર્સની ભરતી પ્રક્રિયા શરૂ

Advertisement

રાજકોટ: રાષ્ટ્રીય સ્તરે 10% આર્થિક સવર્ણ અનામત લાગુ કરવામાં પ્રથમ નંબરે રહેલા ગુજરાતમાં સર્વપ્રથમ સરકારી ભરતીમાં 10% આર્થિક અનામતની કેટેગરી અમલી બની છે. રાજયમાં જુનીયર એન્જીનીયર્સના 5000 પદો માટેની જાહેરાતમાં આ 10% આર્થિક અનામત લાગુ થઈ છે. જો કે આર્થિક સવર્ણ અનામતમાં ફકત શૈક્ષણિક લાયકાત એટલે કે માર્કસની દ્રષ્ટીએજ હવે જનરલ કેટેગરી પર આર્થિક અનામતને પ્રથમ પસંદગી કરવામાં આવશે પણ અન્ય અનામતમાં જે રીતે ઉમરનો લાભ મળે છે તે આ અનામતમાં મળતો નથી. જુનીયર એન્જીનીયર્સની પરીક્ષામાં જનરલ કેટેગરીમાં 30% નો કટ ઓફ નિશ્ર્ચિત થયું છે. પણ એસટી, એસસી કે ઓબીસી ઉપરાંત વિકલાંગ કેટેગરીને જે ઉમરની છુટછાટનો લાભ મળે છે તે આર્થિક સવર્ણને મળશે નહી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ રાજયમાં આનંદીબેન પટેલ સરકારે 10% ઈબીસી આપી હતી. તેમાં પાંચ વર્ષની ઉમરની છૂટછાટ હતી.
જો કે હવે તે ઈબીસી અનામત તો અદાલતી વિવાદમાં પટકાઈ છે અને ભૂતકાળ બની છે.


Advertisement