ફાઈનલમાં હાર છતાં સૌરાષ્ટ્રની ટીમ માટે યાદગાર રણજી સીઝન

08 February 2019 06:00 PM
Rajkot Sports
  • ફાઈનલમાં હાર છતાં સૌરાષ્ટ્રની ટીમ માટે યાદગાર રણજી સીઝન

ઉતરપ્રદેશ સામેની કવાર્ટર ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે 372 રન ચેઝ કરીને ઈતિહાસ સર્જયો હતો: ચેતેશ્ર્વર પુજારા સૌરાષ્ટ્રની ટીમ માટે ખરા અર્થમાં ‘ધી વોલ’ બન્યો

Advertisement

રાજકોટ તા.8
તાજેતરમાં નાગપુર ખાતે રમાયેલી પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી 2018-19 મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ખૂબ જ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને ફાઈનલ મેચમાં રનર્સઅપ થઈ હતી.
નાગપુર ખાતેના આ મેચના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રની ટીમનો દેખાવ કાબિલેદાદ રહ્યો હતો. આ મેચમાં શરૂઆતથી જ સૌરાષ્ટ્રની ટીમનો ટીમ સ્પીરીટ, ખેલાડીઓ પર્ફોર્મન્સ શાનદાર રહ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમ છેલ્લા 7 વર્ષથી 3જી ફાઈનલમાં શ્રેષ્ઠ દેખાવ કરતું આવ્યું છે. છેલ્લે વર્ષ 2012-13 અને વર્ષ 2015-16માં સૌરાષ્ટ્રની ટીમ રનર્સઅપ રહી છે.
આ સીઝનની રણજી ટ્રોફી સૌરાષ્ટ્રની ટીમ અને તેના ખેલાડીઓ માટે અનેક રીતે યાદગાર બની રહી છે. ઉતરપ્રદેશ સામેની કવાર્ટર ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટીમે 372 રનનો ચેઝ કરી એક મોટો રેકોર્ડ સર્જયો હતો. રણજી ટ્રોફીના ઈતિહાસમાં આ એક મોટી સિદ્ધિ હતી. આ મેચમાં હાર્વિક દેસાઈએ તેની પ્રથમ સદી નોંધાવી હતી અને ખરા અર્થમાં મેન ઓફ ધી મેચ બન્યો હતો. હાર્દિકે સીઝન દરમિયાન 781 રન ફટકાર્યા હતા તો ટર્નર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સીઝન દરમિયાન 59 જેટલી વિકેટ ઝડપી હતી તે સૌરાષ્ટ્રનો સૌથી વધુ વિકેટ ઝડપનારો ખેલાડી બન્યો હતો. તેણે આ સીઝનમાં હેટ્રીક પણ નોંધાવી હતી.
આ સીઝન દરમિયાન સ્કીપર જયદેવ ઉનડકટે કર્ણાટક સામેની મેચ દરમિયાન વિકેટ ઝડપવાનો 200નો આંકડો પાર કર્યો હતો. તેણે સીઝન દરમિયાન 39 વિકેટ ઝડપી હતી.
પૂર્વ સ્કીપર જયદેવ શાહે કર્ણાટક સામેના લીગ મેચ દરમિયાન લીગ મેચમાંથી નિવૃતિ જાહેર કરી હતી. ગુજરાત સામેના મેચ દરમિયાન તેને 48માં રને કારકિર્દીના કુલ 5000 રનનો આંકડો પાર કર્યો હતો. તેણે સીઝન દરમિયાન 427 રન કર્યા હતા.
સૌરાષ્ટ્રનું ગૌરવ અને ધી વોલ ગણાતા ચેતેશ્ર્વર પુજારાએ ઉતરપ્રદેશ સામેની મેચ દરમિયાન જયારે તે 44 રનના સ્કોરે પહોંચ્યો ત્યારે 14500 રન માઈલસ્ટોન સ્કોર પાર કર્યો હતો.
કર્ણાટક સામે સેમીફાઈનલ અને ઉતરપ્રદેશ સામે કવાર્ટર ફાઈનલમાં તે શાનદાર ઈનીંગ રમ્યો હતો. તેની શાનદાર ઈનીંગે ટીમને મોટો જુમલો આપ્યો હતો તે ખરા અર્થમાં સેમી ફાઈનલમાં શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે મેન ઓફ ધી મેચ જાહેર થયો હતો.
સૌરાષ્ટ્રની ટીમનો અન્ય એક ખેલાડી શેલ્ડન જેકશન શાનદાર ઈનીંગ સેમીફાઈનલમાં રમ્યો હતો. તેણે કવાર્ટર ફાઈનલમાં 73 રન ફટકારેલો સ્નેલ પટેલે સીઝન દરમિયાન 760 જેટલા રનોનો ઢગલો કર્યો હતો. અર્પિત વસાવડાએ સીઝન દરમિયાન 515 રન કર્યા હતા. મહારાષ્ટ્ર સામેની મેચ દરમિયાન 15મા રને તેણે કારકિર્દીના 2500 રન પુરા કર્યા હતા.
સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાતા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સીઝન દરમિયાન માત્ર એક જ મેચ રમ્યો. રેલ્વે સામે રમ્યો હતો. તેણે પ્રથમ ઈનીંગમાં 4 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર ચેતન સાકરીયાએ 8 મેચ દરમિયાન 29 વિકેટ ઝડપી હતી. વિશ્ર્વરાજસિંહ જાડેજા કેટલીક શાનદાર ઈનીંગ રમ્યો હતો. સીઝન દરમિયાન તેણે 392 રન કર્યા હતા. આ ઉપરાંત સ્પીનર કમલેશ મકવાણા, પ્રેરક માંકડ પણ સારી ઈનીંગ રમ્યા હતા.
આ મેચ દરમિયાન હેડ કોચ સિતાંશુ કોટકે ટીમને મૂલ્યવાન માર્ગદર્શન, પ્રોત્સાહન અને આત્મવિશ્ર્વાસ આપ્યો હતો. ડો. અર્જુનસિંહ રાણા, નિરજ ઓડેદરા, જયદેવ શાહ, અભિષેક ઠાકરે અનુક્રમે ટીમ મેનેજર સહાયક કોચ, મેન્ટર, ફીઝીયો થેરાપીસ્ટ તરીકે સેવા આપેલ.


Advertisement