ભાજપના ઓપરેશન ‘આશા’માં આઠ જીલ્લાઓ ટાર્ગેટ પર

04 February 2019 11:32 AM
Gujarat Politics
  • ભાજપના ઓપરેશન ‘આશા’માં આઠ જીલ્લાઓ ટાર્ગેટ પર

કોંગ્રેસની સંખ્યા ઘટાડવા કરતા લોકસભાની બેઠકો જાળવવાની વધુ ચિંતા ; અનેક જીલ્લાઓમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં વધુ ફફડાટ: પરીશ્રમની પરાકાષ્ટા પર પણ ફરી વળશે : કોંગ્રેસને તોડવા ઉપરાંત ભાજપના સ્થાનિક નેતાઓને પણ ચેક-મેટ કરવાની તૈયારી : ધારાસભા ચૂંટણી સમયે કોરા-ગયેલા જીલ્લામાંથી લોકસભા બેઠક માટે ચાલું માસમાંજ કાર્યવાહી: ભાજપમાં કોણ આવે છે અને કોંગ્રેસના કોણ જાય છે તેની જબરી ચર્ચા

Advertisement

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક આવતા જ ફરી ભાજપનું ઓપરેશન કમળ-ટુ શરુ થયું છે. અગાઉ રાજયસભા ચૂંટણી સમયે કોંગ્રેસના શ્રી અહેમદ પટેલને પરાજીત કરવા અને કોંગ્રેસને ફટકો મારવા આ પક્ષના 14 જેટલા ધારાસભ્યોને તોડવાના પ્રયાસો થયા તેમાં મોટાભાગના ધારાસભ્યોએ કાં તો રાજીનામા આપ્યા અને બાકીના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરીને ભાજપને સફળતા અપાવવામાં સહયોગ કર્યા તેમાં ફસાયા અને અહેમદભાઈને હરાવી તો ન શકયા પણ બાદ ચૂંટણીમાં રાઘવજી પટેલ સહીતના અનેક હારી ગયા. એક-બે જીત્યા પણ તેના કરતા ભાજપ સામે લડીને જીતીને પછી પોતાની શરતે ભાજપમાં ભળનાર કુંવરજીભાઈ બાવળીયાને કલાકમાં કેબીનેટ મંત્રાલય મળ્યું તો પછી તેમને જીતાડવા પુરી કેબીનેટ ઉતરી હતી. હવે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી શકાય તેમ નથી અને રાજયના 8 જીલ્લામાં તો ભાજપનો એક પણ ધારાસભ્ય ચૂંટાયો નથી અને જુનાગઢમાં 1 ધારાસભ્ય જ ભાજપના છે. તેથી 8-10 લોકસભા બેઠક જોખમમાં આવી જતા ભાજપે આ ઓપરેશન કમળ પાર્ટ-ટુ શરુ કરીને કોંગ્રેસના ધારાસભ્યને શામ દામ દંડ ભેદથી રાજીનામા અપાવીને હાલ તો કોંગ્રેસને ભીસમાં મુકવાનો પ્લાન ઘડયો છે અને તેમાં ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ પહેલા શિકાર બન્યા છે. આ બધા રાજીનામા આપનાર ધારાસભ્ય એટલા માટે પક્ષ છોડતા નથી કે પ્રજાના કામ થતા નથી. વાસ્તવમાં તેઓના ‘કામ’ થતા નથી કે કેબીનેટ મંત્રાલય મળતું નથી. તેથી પક્ષાંતર કરે છે અથવા રાજીનામા આપીને મોટી ઓફરની તૈયારી કરે છે.
લોકસભામાં ભાજપને ગુજરાતમાંથી એક પણ બેઠક ગુમાવવી પાલવે નહી. આ સ્થિતિમાં ભાજપ કોંગ્રેસના આયાતીને સ્થાન આપી તેના જ સ્થાનિક નેતાઓને પણ દબાણ હેઠળ મુકી રહ્યા છે. મહેસાણામાં જીવાભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સામે મુકી દીધા છે. આશાબેન પટેલ હવે નિતીનભાઈ માટે વધુ એક હરીફ બનશે. હાલમાં પુર્વ ધારાસભ્ય કુંવરજી હળપતિ ને પક્ષમાં લાદી આદીવાસી ક્ષેત્રના ભાજપના નેતાઓને ચેક મેટ કરી રહ્યા છે અને ભાજપનું આ ઓપરેશન જયાં જયાં આગળ વધે છે ત્યાં ભાજપના સ્થાનિક નેતાઓ માટે ભવિષ્ય ધુંધળું બની રહ્યું છે. પહેલા કુંવરજીભાઈ બાવળીયા જેવા હાડોહાડ કોંગ્રેસીને રાતોરાત પદ અપાયું. ભલે તે ઓપરેશન તો લાંબા સમયથી ચાલતુ હતું પણ ભાજપના સ્થાનિક નેતાઓમાં મોટાભાગના અંધારામાં હતા.
કાં તો ગાંધીનગર કાં દિલ્હીથી જ આ ઓપરેશન કરાય છે. જેમાં સ્થાનિક નેતાઓને ફકત તાળી મારવા જવાનું હોય છે. ગુજરાત 1995 બાદ આજદિન સુધીમાં કોંગ્રેસના 12 સાંસદો 65 ધારાસભ્યો અને હજારો કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે જેમાં ફાવ્યા હોય તેવા નામોમાં વિપુલ રાદડીયા, જયેશ રાદડીયા, કુવરજી બાવળીયા મુખ્ય છે પણ તેમાં ખુદની તાકાતથી નેતા બન્યા હોવા છતા પક્ષપલ્ટો કરે તેમ ફકત ખુરશી જ તેમને આકર્ષી શકી હોય તેવું જણશય છે.
હવે ભાજપનું ઓપરેશન આગળ વધતા આ જીલ્લાના ભાજપના નેતાઓ પર દબાણ આવી ગયું છે. જેઓ લોકસભા લડવા માટે થનગનતા હતા અથવા તેઓને બોર્ડ નિગમની આશા હતી.
Image result for paresh dhanani
આશાબેનને હવે કોંગ્રેસની ઓફર!
પરેશ ધાનાણીએ ‘ટવીટ’થી ‘આશા’ વ્યક્ત કરી
એક તરફ કોંગ્રેસ પક્ષ જે ડેમેજ પાર્ટ-ટુ કેમ અટકાવવો તેની કોઈ વ્યુહબાજી રહી શકતા નથી. ભાજપ કરતા કોંગ્રેસમાં હવે કોણ જાય છે તેની ચર્ચા વધુ છે. આ સમયે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઓલ રેડી વિધાનસભા છોડી મુકેલા આશાબેન પટેલ ફરી પક્ષમાં આવશે તેવી આશા છે અને પક્ષના સૂત્રો કહે છે કે હવે કોંગ્રેસ પક્ષે પણ આશાબેનને મહેસાણા લોકસભા બેઠકની લડાવવા ઓફર કરી છે. વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ ટવીટ કરીને આ ‘આશા’ વ્યક્ત કરી હતી.
‘સ્વાર્થ જીતશે કે સ્વાભીમાન’
રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’
ઉપર મને હજુય આશા છે...
જનાદેશનો ઉલાળીયો કરીને નવરા
થઈ ગયેલાં નેતાઓની નાતમાં વધુ
એકનો ઉમેરો કરવાની ભાજપની
આશા ઠગારી નિવડે એવી અપેક્ષા..!
જય જય ગરવી ગુજરાત.
Image result for hardik patel
હાર્દીક ઉંઝાથી ચૂંટણી લડશે?
ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા બાદ હવે આ ધારાસભા બેઠક તેઓ ફરી લડશે કે પછી ચર્ચા મુજબ તેઓને મહેસાણા લોકસભા બેઠક લડવા જણાવી શકાય તેવો પ્રશ્ર્ન છે. અહી ભાજપના જયશ્રીબેન પટેલ સાંસદ છે પણ ‘પાસ’ના આંદોલનથી તેઓની જીતની શકયતા સામે પ્રશ્ર્ન છે. બીજું નામ જીવાભાઈ પટેલ છે. જેઓને ભાજપે હમણા જ પક્ષમાં લીધા છે. હવે આશાબેનને શું ફરી ઉંઝા જીતાડવામાં ભાજપને સફળતા મળશે.
ભાજપ જસદણ સ્ટાઈલથી એ કરવા સક્ષમ છે પણ જો લોકસભા સાથે ધારાસભા ચૂંટણી યોજાય તો એ શકય બને નહી. બીજું ફેકટર હાર્દીક પટેલ છે જે લોકસભા ચૂંટણી લડવા આતુર છે અને મહેસાણા બેઠક તે લડી શકે છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દીક ઉંઝાની બેઠક પર અપક્ષ ઉમેદવારી કરે તો કોંગ્રેસ તેને ટેકો આપીને ભાજપ માટે ચિંતા કરાવી શકે છે. હાર્દીકનું રાજકારણ ભલે રાષ્ટ્રીય હોય પણ તે ગુજરાતમાં વધુ સક્રીય બનીને તેનું રાજકીય કદ વિધાનસભા મારફત જ વધારી શકે છે. હવે આ ગણીત પર સૌની નજર છે.

આ જીલ્લામાં ભાજપને ધારાસભ્ય તોડવામાં વધુ રસ
રાજયના નવ જીલ્લા એવા છે જયાં ભાજપને લોકસભા જીતવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા જરૂરી છે જેમાં ગીર સોમનાથ, અરવલ્લી, અમરેલી, મોરબી, જુનાગઢ, આણંદ, તાપી, નર્મદા, ડાંગ છે જયાં કોંગ્રેસે વધુ ધારાસભા બેઠક જીતી છે તો સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, જામનગર, છોટા ઉદેપુરમાં પણ કોંગ્રેસે સરસાઈ મેળવી છે અને ફકત દ્વારીકા, બોટાદ, ખેડા, દાહોદ, મહીસાગરમાં સમતોલ જેવી સ્થિતિ છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગરમાં ભાજપને શહેરી મતદારો પર વધુ મદાર છે અને તે સીકયોર બેઠક ગણાય છે.

કોંગ્રેસનો જૂથવાદ-સતાથી વંચિતની સ્થિતિ: કાયદાનો પણ ડર સતાવે છે
કોંગ્રેસ ગુજરાતમાં 25થી વધુ વર્ષથી સતા પર નથી તેની અહી પક્ષના નેતાઓ સતા વગર બેચેન છે અને ભાજપની લાલચમાં આવી જાય છે. ખુદ કોંગ્રેસના જૂના દિગ્ગજ નેતાઓ ખુદને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાવે છે પણ તેઓ ખુદની બેઠક જીતી શકતા નથી અને જો સંગઠનના કોઈ પદની વાત આવે તો પોતાનો દાવો ઠોકે છે તેમાં શંકરસિંહ ગોહીલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ તથા સુષાર ચૌધરી જેવા નેતા છે. કોંગ્રેસના અનેક નેતાઓ ખુદની તાકાતથી જ જીતે છે. તેમાં વિઠ્ઠલ રાદડીયા, કુંવરજી બાવળીયાને ભાજપે સાચવી લીધા છે. હવે નવા નેતૃત્વ જેવા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે વર્ચસ્વની લડાઈ છે. વિપક્ષના નેતા બનવા કુંવરજીભાઈ જેવા સીનીયર મેદાને હતા. જો કોંગ્રેસે તમને સાચવી લીધા હોત તો આ દિવસો જોવાનો સમય આવ્યો ન હોત. પાટીદાર ધારાસભ્યોમાં આશાબેનને શું લાભ મળશે તે તો સમય જ કહેશે પણ કોંગ્રેસ રોજ-રોજના રાજકારણ પર જીવે છે તેથી આ હાલત છે. કોંગ્રેસના હજુ વધુ ધારાસભ્ય જેલમાં છે અને શંકરસિંહ પાછળ સીબીઆઈ હતી જ તે સૌ જાણે છે.


Advertisement