આઈફોનમાં ‘બગ’: કોલ રીસીવ ન કરો તો પણ કોલર્સને અવાજ સંભળાય છે

30 January 2019 04:12 PM
India Technology
  • આઈફોનમાં ‘બગ’: કોલ રીસીવ ન કરો તો પણ કોલર્સને અવાજ સંભળાય છે

સીસ્ટમ અપડેટ થયા બાદ ફરિયાદ વધી: એપલે ફેસટાઈમ ફિચર્સ હાલ ડીસેબલ કરવા સલાહ આપી

Advertisement

લંડન: વિશ્ર્વના સૌથી વધુ વેચાતા અને સૌથી વધુ સિકયોર ગણાતા એપલના આઈફોનમાં વાયરસ (બગ) આવી ગયા છે. જેના કારણે તેના ઉપયોગકર્તાને અનેક મુશ્કેલી પડી રહી છે.
યુઝર્સ ફોન રીસીવ ન કરે તો પણ કોલ કરનારને તેનો અવાજ સાંભળવા મળે છે. ખાસ કરીને આ મુશ્કેલી- ગ્રુપ કોલીંગમાં થાય છે અને યુઝર્સ તેનો વિડીયો ટવીટ કરી રહ્યા છે. એપલે પણ તેની ફોન સીસ્ટમમાં આ ક્ષતિ હોવાનું સ્વીકારીને તેના ઈલાજ માટે સીસ્ટમને ઓનલાઈન અપડેટ કરશે અને આ સપ્તાહમાં જ બગને દૂર કરી સીસ્ટમને ફરી ઠીક કરી દેશે તેથી ખાતરી આપી છે. એપલના ફેસ-ટાઈમ ફિચર્સમાં ક્ષતિ છે તેથી હાલ યુઝર્સને આ સીસ્ટમ બંધ કરી દેવાની સલાહ અપાઈ છે. ફેસટાઈમ એ એપલનો ઓડીયો-વિડીયો ફિચર્સ છે અને આ ફિચર્સનું સોફટવેર-કંટ્રોલ બહાર છે તે યુઝર્સના વિડીયો અન્યને મોકલવા લાગ્યુ છે અને યુઝર્સની મંજુરી વગર તે સોફટવેર કોલીંગ રીસીવ કરે છે. ફેસટાઈમ ફિચર્સ ને સેટીંગમાં જઈને તેની ગ્રાન્ટમાંથી ગ્રે-સ્વીચ ઓન કરવાથી તે ફિચર્સ હાલ ડીસેબલ થઈ જશે. એપલે અગાઉ આઈએમઓ 12.1.2 અપડેટ કર્યુ છે. જે બાદ પરેશાની થાય છે અને એપલના લેટેસ્ટ એકસ અને એકસ- શ્રેણીના ફોનમાં પણ આ કનેકટીવીટી તકલીફ છે. જેમાં અનામથક જ નેટ-કનેકટીવીટી ખોરવાય જાય છે અને વાઈફાઈને બંધ કરો તો ફોન પણ ડિસકનેકટ થઈ જાય છે.


Advertisement