પ્રિયંકાના રાજકારણમાં પ્રવેશથી ભાજપના નેતાઓની જુબાન બગડવા લાગી

25 January 2019 05:05 PM
NRI

સુશીલ મોદીએ પ્રિયંકાને દાગી પતિ ધરાવતા મહિલા ગણાવ્યા તો બિહારના મંત્રીએ કહ્યું સુંદરતાથી મત નહી મળે

Advertisement

નવી દિલ્હી તા.25
પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રીય થતા જ ભાજપ અને અન્ય વિપક્ષના નેતાઓની જુબાન બગડવા લાગી છે અને પ્રિયંકા માટે ગમે તેવા શબ્દોમાં ઉપયોગ કરવા લાગ્યો છે જેમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી પણ પાછળ નથી તેઓએ પ્રિયંકાને એક દાગી જીવનસાથી ધરાવતા મહિલા તરીકે ગણાવ્યા હતા. પ્રિયંકાના બીઝનેસમેન પતિના ગેરકાનુની જમીન વ્યવહાર બે રાજયમાં ફેલાયેલા છે તેવુ જણાવતા મોદીએ કહ્યું કે અને તે તપાસ હેઠળ છે. પ્રિયંકા આ સાથે દાગી જીવનસાથી ધરાવતા મહિલા છે અમે તેમને આવકારીએ છીએ અને કોંગ્રેસ આ પ્રકારના નેતાને રાજકારણમાં સક્રીય કરતા આનંદ અનુભવે છે. બીજી તરફ બિહારના એક મંત્રીએ પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી પર પ્રતિભાવ આપતા કહ્યું કે તેઓ ભલે સુંદર છે. પરંતુ સુંદરતાને કારણે લોકો મત આપતા નથી. નીતિશ સરકારના મંત્રી વિનોદનારાયણ ઝાએ આ વિધાનો કર્યા હતા અને કહ્યું કે પ્રિયંકા પાસે સુંદરતા સિવાય કોઈ રાજકીય ઉપલબ્ધી નથી તો લોકસભાના અધ્યક્ષ સુમીત્રા મહાજને પણ પ્રિયંકા અંગે કહ્યું કે તેઓ એક સારા મહિલા છે પરંતુ એ સ્વીકારાઈ ગયુ છે કે રાહુલ ગાંધી ખુદ રાજકારણમાં ચાલી શકે તેમ નથી અને તેથી જ પ્રિયંકાને લાવવા પડયા છે.


Advertisement