અાયૅવીરદળ દ્રારા કાલે અોપન ટંકારા તાલુકા દેશભકિત ગીત સ્પધાૅનો ફાઈનલ રાઉન્ડ યોજાશે

24 January 2019 02:19 PM
Morbi
Advertisement

ટંકારા તા. ર૪ ટંકારા અાયૅસમાજની યુવા પાંખ દ્રારા દર વષેૅ પ્રજાસત્તાક પવૅની પૂવૅ સંઘ્યા અને દેશભકિત ગીત સ્પધાૅ યોજાય છે. અા વષેૅ અાયૅવીર દળ દ્રારા યોજાયેલ અોપન ટંકારા તાલુકા દેશભકિત ગીત સ્પધાૅમાં ૧પ૦ સ્પધૅકોઅે ભાગ લીધેલ છે. દેશભકિત ગીત સ્પધાૅમાં યોજાયેલ રાઉન્ડમાં થી ૧પ૦ માંથી ર૦ સ્પધૅકલો ફાઈનલ રાઉન્ડ માટે પસંદ કરાયેલ છે. ફાયનલ રાઉન્ડ અાવતીકાલે રાત્રે ૭:૩૦ કલાકે લક્ષ્મીનારાયણ સોસાયટી ગરબી ચોક ખાત યોજાશે. દેશભકિત ગીત સ્પધાૅ નિહાળવા માટે ટંકારા તાલુકાના ગામડેરુગામડેથી લોકો ઉમટી પડે છે. અાયૅ સમાજ ટંકારા દ્રારા દર વષેૅ સ્પધૅકોને પ્રોત્સાહન રૂપે, પ્રમાણપત્ર, મોમેન્ટો તથા પુરસ્કાર અાપવામાં છે. અા ઉપરાંત નામી અનામી દાતાઅો દ્રારા પુરસ્કાર રૂપે રોકડ રકમ તથા ભેટ વસ્તુઅો અાપવામાં અાવે છે.


Advertisement