મોડી રાત સુધી વોટ્સ એપ થયું ઠપ્પ: યુઝર્સ મુકાયા મુશ્કેલીમાં

23 January 2019 11:45 AM
India Technology
  • મોડી રાત સુધી વોટ્સ એપ થયું ઠપ્પ: યુઝર્સ મુકાયા મુશ્કેલીમાં

વોટ્સએપ ડાઉન રહેતા દુનિયાભરના યુઝર્સ મેસેજનું આદાન-પ્રદાન ન કરી શકયા

Advertisement

નવીદિલ્હી તા.23
ગઈકાલે મોડી રાત્રી સુધી દુનિયાભરના યુઝર્સને વોટ્સએપમાં લોગીન કરવામાં અને મેસેજ મોકલવામાં સમસ્યા ખડી થઈ હતી, ઘણા બધા યુઝર્સને ન તો મોકલાયેલા મેસેજ મળતા હતા. કે ન તો તેઓ કોઈ મેસેજ નહોતા મોકલી શકતા. આ મામલે ફેસબુખ દ્વારા માલિકી ધરાવતી વોટ્સએપ કંપનીએ દિલગીરી પણ વ્યકત કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ મંગળવારે મોડી રાત્રી સુધી ભારત સહિત દુનિયાભરમાં વોટ્સએપ ઠપ્પ થઈ ગયું હતું.
દરેક પ્રકારની ડિઝીટલ સેવાઓની રૂકાવટને ટ્રેક કરનારી વેબસાઈટ ડાઉન ડિરેકટરના અનુસાર દુનિયાભરમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્નેના યુઝર્સને અસર થઈ હતી, અને વોટ્સએપ ડાઉન હોવાની ફરિયાદો કરી હતી.
ઉતરી અમેરીકા, દક્ષિણ અમેરીકા, યુરોપ અને ભારત સહિત દુનિયાભરના યુઝર્સ વોટ્સ એપ ડાઉનનો શિકાર બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2018 દુનિયાભરના યુઝર્સને વોટ્સએપ ડાઉનલોડનો સામનો કરવો પડયો હતો.
વોટ્સએપ ડાઉનલોડનો આ મામલો ઠીક એવા સમયે બહાર આવ્યો છે જયારે મેસેજીંગ એપે દુનિયાભરના યુઝર્સ માટે કોઈપણ મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ નકકી કરી છે.
ભારતમાં આ લિમિટ 6 મહિના પહેલા લાગુ કરાઈ હતી, હવે તેને દુનિયાભરમાં લાગુ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે વોટ્સ એપમાં ટુંક સમયમાં પાંચ નવા ફીચર્સ આવનાર છે.


Advertisement