અર્થતંત્ર માટે ગુડ ન્યુઝ: ચાલુ વર્ષથી વિકાસદર વધશે; ભારત સૌથી વિશ્ર્વસનીય રાષ્ટ્ર

22 January 2019 04:59 PM
Hindi
  • અર્થતંત્ર માટે ગુડ ન્યુઝ: ચાલુ વર્ષથી વિકાસદર વધશે; ભારત સૌથી વિશ્ર્વસનીય રાષ્ટ્ર

આંતરરાષ્ટ્રીય નાણાંનિધિ તથા એડલમૈનના રીપોર્ટમાં નિર્દેશ

Advertisement

નવી દિલ્હી તા.22
નોટબંધી અને જીએસટીથી આર્થિક સ્લોડાઉન પછી હજુ અર્થતંત્રની ગાડી પાટે ચડી ન હોવાના ગણગણાટ વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાંનિધિએ એવો આશાવાદી રીપોર્ટ જારી કર્યો છે કે ચાલુ કેલેન્ડર વર્ષ 2019થી ભારતીય અર્થતંત્ર પાટે ચડી જશે અને વિકાસ દોડવા લાગશે.
આઈએમએફના અંદાજ પ્રમાણે 2019માં આર્થિક વિકાસદર 7.5 ટકા તથા 2020માં 7.7 ટકા રહેશે. ચીનની સરખામણીએ ભારતનો આર્થિક વિકાસ દર એક ટકો વધુ રહેશે. 2019 તથા 2020ના બે વર્ષોમાં ચીનનો આર્થિક વિકાસ દર 6.2 ટકા રહેવાનુ અનુમાન દર્શાવવામાં આવ્યું છે.
આઈએમએફ દ્વારા સોમવારે વૈશ્ર્વિક અર્થતંત્રનો રીપોર્ટ જારી કરવામાં આવ્યો હતો તેમાં સૌથી વધુ ઝડપે વિકસનાર અર્થતંત્રમાં ભારતનો સમાવેશ યથાવત રાખવામાં આવ્યો છે એટલું જ નહીં. 2019થી ભારતીય અર્થતંત્રનો વિકાસ ગતિ પકડવાનું દર્શાવવામાં આવ્યું છે.
વૈશ્ર્વિક ક્રુડતેલના ભાવો પ્રમાણમાં નીચા જ રહે તેમ હોવાથી ભારતીય અર્થતંત્ર પરનો નાણાંકીય બોજ ઓછો રહેવાનો પણ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
બીજી તરફ એડલમૈન ટ્રસ્ટ બેરોમીટર રીપોર્ટમાં સરકાર, વેપાર ઉદ્યોગ, એનજીઓ તથા મીડીયા ક્ષેત્રમાં ભારતને સૌથી વિશ્ર્વસનીય દેશ તરીકે ગણવામાં આવ્યો છે.
વિશ્ર્વ આર્થિક સંગઠનના વાર્ષિક સંમેલન પુર્વે જારી કરાયેલા આ રીપોર્ટમાં વૈશ્ર્વિક વિશ્ર્વસનીયતા ઈન્ડેકસ 3 ક્રમના મામુલી સુધારા સાથે બાવન પર પહોંચ્યાનું દર્શાવવામાં આવ્યું છે.
જાગૃત પ્રજા ઈન્ડેકસમાં 79 નંબર સાથે ચીન ટોચ પર છે. ભારતનો ક્રમ બીજો છે.
પ્રત્યેક માર્કેટમાં હાજરી ધરાવતી કંપનીઓ પરના વિશ્ર્વાસના મામલે સ્વીટઝરલેન્ડ, જર્મની તથા કેનેડાની કંપનીઓ ટોચ પર છે. તેઓના ઈન્ડેકસ 70 પર છે. 69 આંકડા સાથે જાપાનનો ક્રમ ત્યારપછીનો છે. ચીનનો આંક 41 અને ભારતનો 40 પર છે. અર્થાત ભારતમાં વેપાર બ્રાંડ વિશ્ર્વસનીયતા ઓછી છે.


Advertisement