પ્રયાગરાજમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું કુંભ સ્નાન

17 January 2019 05:38 PM
NRI
Advertisement

પ્રયાગરાજ તા.17
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે કુંભમેળામાં પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી હતી.રાષ્ટ્રપતિએ ગંગા, યમુના અને અદ્દશ્ય સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી.
આ તકે રાષ્ટ્રપતિએ ગંગાપૂજન બાદ અરૈલ ક્ષેત્રમાં સ્થિત પરમાર્થ નિકેતન શિબિરમાં શાંતિ યજ્ઞમાં આહુતિ આપી હતી. ત્યારબાદ પાણી મશીન અને ટોઈલેટ પાર્કનું ઉદઘાટન કર્યું હતું.
રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન તેમની સાથે રાજયપાલ રામનાઈક, મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય વગેરે ઉપસ્થિત હતા.


Advertisement