3.28 મિનિટનો રેકોર્ડબ્રેક અન્ડરવોટર ડાન્સ

15 January 2019 03:05 PM
World
  • 3.28 મિનિટનો રેકોર્ડબ્રેક અન્ડરવોટર ડાન્સ

Advertisement

રશિયન ફ્રી-ડાઇવરો મરીના કઝાન્કોવા અને દમિત્રિ માલસેન્કોએ તાજેતરમાં અન્ડરવોટર ડાન્સનો વિક્રમ સર્જયો છે. ઇટલીના સૌથી મોટા પૂલમાં તેમણે ઓકિસજન વિના પાણીમાં અલગ-અલગ ડાન્સ ફોર્મ્સ રજૂ કર્યા હતાં. પાણીની અંદર તેમણે તલવારબાજી, ફલેમેન્કો સ્ટાઇલ ડાન્સ અને દોરડા પર જોડીમાં ડાન્સ કર્યો હતો. તેમણે ઓકિસજન માસ્ક પહેર્યા વિના સાડા ત્રણ મિનિટ સુધી લગાતાર પાણીની અંદર રહીને ડાન્સ કર્યો હતો. પૂલની અંદર ટયુબ મૂકવામાં આવી હતી. જેમાં ઉભા રહીને દર્શકોએ આ જોડીનો પર્ફોર્મન્સ નિહાળ્યો હતો.


Advertisement