સુરતમાં જમીન વિવાદને લઈ પરિવાર પર ઘાતકી હથિયારોથી હુમલો... મહિલાઓને પણ ધક્કે ચઢાવી

11 January 2019 06:34 PM
Video

Advertisement

સુરતમાં જમીનના વિવાદને લઈ એક પરિવારના 4 સભ્યો પર જાહેરમાં હુમલો કરાતા ભાગદોડ મચી ગઈ હતી. લાકડાના ફટકા અને ઘાતકી હથિયારો સાથે તુટી પડેલા હુમખોરોએ મહિલાઓને પણ ધક્કે ચઢાવી પિતા-પુત્રને ફટકાર્યા હતા. હુમલાને લઈ લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. જમીન વિવાદમાં ઘવાયેલા પરિવારના તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108માં સારવાર માટે સિવિલ ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.


Advertisement