પત્રકાર હત્યા કેસમાં રામરહીમ દોષિત: તા.17મીએ સજા

11 January 2019 06:22 PM
India
Advertisement

નવીદિલ્હી તા.11
ડેરા સચ્ચાસોદાના એક વખતના ધૂરંધર ધર્મગુરૂ બાબા રામરહીમ વધુ ફસાયા છે. બળાત્કાર કેસમાં હાલ તેઓ 20 વર્ષની જેલ સજા કાપી રહ્યા છે. ત્યારે પત્રકાર રામચંદ્રની હત્યાના કેસમાં તેને આજે અદાલતે દોષીત જાહેર કર્યા છે અને હવે સજા તા.17મીએ જાહેર કરાશે. 2002માં પત્રકાર રામચંદ્રની હત્યા થઈ હતી અને તે માટે બાબા રામરહીમ સહિતના આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો જેમાં આજે સજા ફટકારવામાં આવી છે. રામ રહીમ જોકે જેલમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યા હતા. રામરહીમ સામેના આ ચૂકાદા સામે હરીયાણા તથા પંજાબમાં એલર્ટ જાહેર થયું છે.


Advertisement