વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.17-18 ગુજરાતમાં: વાઈબ્રન્ટ ગુજરાતમાં હાજરી સહીતના કાર્યક્રમો

11 January 2019 06:22 PM
Gujarat
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.17-18 ગુજરાતમાં: વાઈબ્રન્ટ ગુજરાતમાં હાજરી સહીતના કાર્યક્રમો

વાઈબ્રન્ટનું ઉદઘાટન: વી.એસ. હોસ્પીટલના નવા યુનીટનું લોકાર્પણ સહીતના આયોજનો: સાત જેટલા સેમીનારમાં હાજરી

Advertisement

ગાંધીનગર તા.11
આગામી 18મી જન્યુઆરી થી શરૂ થઈ રહેલા વાઇબ્રન્ટ સમીટ માટે 17મી જન્યુઆરી એ બપોરે (એક દિવસ અગાઉ) નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાત આવશે અને બીજા દિવસે વાઇબ્રન્ટ સમીટ નો પ્રારંભ કરાવશે અને દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો ,સેમિનાર અને વિવિધ બેઠકોમાં તેઓ ઉપસ્થિત રહેશે.ત્યાર બાદ 18મી સાંજે ગાલા ડિનર બાદ વડાપ્રધાન દિલ્હી પરત જશે.
આ અંગે વિશેષ માહિતી આપતા રાજ્યના ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંહે જણાવ્યું હતુ કે 18 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી આયોજિત વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેશે જોકે આ કાર્યક્રમમાં તેઓ 17મી જાન્યુઆરીએ બપોરે જ ગુજરાત આવી પહોંચશે અને ત્યારબાદ તેઓ બપોરે 2: 30 કલાકે હેલીપેડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ટ્રેડ શો નું ઉદ્ઘાટન કરશે .અને સાંજે 4 કલાકે અમદાવાદ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ (વી.એસ) નું ઉદ્ઘાટન કરશે.
આ દરમિયાન તેઓ હોસ્પિટલ સાથે સંકળાયેલા શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરશે અને સાંજે 6:00કલાકે રિવર ફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નો પ્રારંભ ખરીદી કરીને કરાવશે.
આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહેશે તેમ જે.સિંહે જણાવ્યું હતું. 18મી જાન્યુઆરી ની વિગતો આપતા ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંહે એ જણાવ્યું હતું કે 18મીએ સવારે 10 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે અને ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ કારોની ગોળમેજી પરિષદમાં વિશેષ હાજરી આપશે.
તો બીજી તરફ વિદેશી ડેલિગેશન સાથે આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ વિષય અંતર્ગત વન-ટુ-વન બેઠક કરશે ત્યારબાદ રાત્રે તેઓ દેશ અને વિદેશના ચોક્કસ મહેમાનો સાથે ગુજરાત સરકાર દ્વારા આયોજીત મહાત્મા મંદિરના ટેરેસ ઉપર ગાલા ડિનરમાં ઉપસ્થિત રહેશે. અને ત્યાર બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે તેમ જે.એન.સિંહે જણાવ્યું હતું.
આ વર્ષની વાઇબ્રન્ટ સમિતિ એ ગુજરાત માટે 2022 નું ભાવિ વિકાસ દર્શન સાબિત થશે એટલું જ નહીં 20 ક્ધટ્રી ઓ સાથે 7 જેટલા સ્ટેટસ સેમિનાર આકર્ષક બનશે આ ઉપરાંત દુબઈ શોપિંગ ફેસ્ટિવલ ની જેમ અમદાવાદ ખાતે પણ શોપિંગ ફેસ્ટિવલ સૌપ્રથમવાર આયોજિત કરવામાં આવ્યો હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટના બે દિવસના રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પ્રોજેક્ટ એવા મેટ્રો ટ્રેન નો ટ્રાયલ રન વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કરવામાં નહીં આવે કારણકે આ દિવસો દરમ્યાન વડાપ્રધાન ના ભરચક કાર્યક્રમ વચ્ચે મેટ્રો ટ્રેન નો ટ્રાયલ રન આયોજિત કરવો શક્ય નથી તેવી સ્પષ્ટતા પણ ડો. જે.એન. સિંહે કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની વિશેષતાઓ અંગે માહિતી આપતા ડો. જે એન સિંહે જણાવ્યું હતું કે આ વખતની ઇવેન્ટમ સોવરિન વેલ્થ ફંડ , પેન્શન ફંડ અને ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટમેન્ટ સંસ્થાઓ નાં વડાઓ સાથે નરેન્દ્ર ભાઈ મોદી રાઉન્ડ ટેબલ બેઠક કરીને વિવિધ મુદ્દાઓ પર સીધો સંવાદ કરશે આ ઉપરાંત વ્યાપાર અને નિકાસ ઉપર વિશેષ પરિસંવાદ પણ આયોજિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.


Advertisement