ડિસેમ્બર 2021 પુર્વ ભારતનું પ્રથમ સમાનવ અવકાશ યાન રવાના થશે

11 January 2019 06:21 PM
India
  • ડિસેમ્બર 2021 પુર્વ ભારતનું પ્રથમ સમાનવ અવકાશ યાન રવાના થશે

ઈસરો વડાની જાહેરાત: રૂા.10000 કરોડનો પ્રોજેકટ ગતિમાં

Advertisement

નવી દિલ્હી: ભારત ડીસેમ્બર 2021 સુધીમાં સમાનવ અવકાશયાન ‘ગગનયાન’ લોન્ચ કરશે. ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા સિવને આજે આ જાહેરાત કરી હતી. ગગનયાનને રવાના કરવા માટેના મહત્વાકાંક્ષી પ્રોજેકટનું કામ પ્રગતિમાં છે. આ પુર્વ ડીસેમ્બર 2020 અને જુલાઈ 2021માં બે માનવ વિહોણા અવકાશયાનને ટેસ્ટ ફલાઈટ તરીકે ઉડ્ડયન કરવામાં આવશે. ઈસરોએ ક્રુ મોડયુલ અને એસ્કેપ સીસ્ટમ તૈયાર કરી લીધી છે અને તે સફળતાપૂર્વક કામ કરે છે તેનું પરિક્ષણ ચાલુ જ છે. ભારતના આ યાન મારફત સાત દિવસ અવકાશમાંથી સ્પેસમાં ગાળશે અને સમગ્ર પ્રોજેકટનો ખર્ચ રૂા.10000 કરોડનો અંદાજાયો છે. આ સમગ્ર પ્રોજેકટમાં દેશની અનેક એજન્સીઓ એન્જીનીયરીંગ તથા આઈટી કંપનીઓ સંકળાયેલી છે.


Advertisement