અસ્થાના પણ મુશ્કેલીમાં: એફઆઈઆર રદ કરવા દિલ્હી હાઈકોર્ટનો ઈન્કાર: ધરપકડની છૂટ

11 January 2019 06:20 PM
India
  • અસ્થાના પણ મુશ્કેલીમાં: એફઆઈઆર રદ કરવા દિલ્હી હાઈકોર્ટનો ઈન્કાર: ધરપકડની છૂટ

સીબીઆઈના આંતરિક ઝગડામાં નંબર ટુ અધિકારી પર તવાઈ વધી

Advertisement

નવી દિલ્હી: સીબીઆઈમાં ચાલી રહેલા આંતરિક વિખવાદમાં સરકારે એક તરફ આલોક વર્માને રાતોરાત એજન્સીના વડા તરીકે દૂર કર્યો તો બીજી તરફ નંબર ટુ અધિકારી રાકેશ અસ્થાનાની મુશ્કેલી પણ વધી છે. ગુજરાત કેડરના આ અધિકારીએ તેમની સામે ભ્રષ્ટાચાર સહીતના આક્ષેપો અંગે જે એફઆઈઆર દાખલ થઈ છે તે રદ કરાવવા દિલ્હી હાઈકોર્ટેના દ્વાર ખટખટાવ્યા હતા તેમાં આજે તેઓને રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે આ એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી છે અને તેમની સામે આ આરોપો બદલ કામ ચાલશે તેવો ચુકાદો આપવાની સાથે અસ્થાનાની ધરપકડ સામે જે સ્ટે આપ્યો હતો તે પણ હટાવ્યો છે. આમ આલોક વર્મા બાદ હવે અસ્થાનાની મુશ્કેલી વધી છે. આલોક વર્માના કાર્યકાળમાં અસ્થાના સામે તપાસ થઈ હતી અને એફઆઈઆર નોંધાઈ હતી. હવે ગુજરાત કેડરના આ અધિકારી સામે સીબીઆઈ કઈ રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ બનશે.


Advertisement