પાન-માવાના પ્લાસ્ટીક, જાહેરમાં કચરો ફેંકનારા પર તુટી પડતું કોર્પો.

11 January 2019 06:19 PM
Rajkot
  • પાન-માવાના પ્લાસ્ટીક, જાહેરમાં કચરો ફેંકનારા પર તુટી પડતું કોર્પો.

ત્રણે ઝોનમાં અધિકારીઓ ત્રાટકયા: 296 વેપારીને 1 લાખનો દંડ

Advertisement

રાજકોટ તા.11
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતાના ધોરણોનું પાલન કરાવવા માટે હવે આકરા પગલા આગળ વધારવાનો આદેશ ફરી કમિશ્ર્નર બંછાનીધી પાનીએ કર્યો છે. રાજકોટના તમામ વિસ્તારોમાં આજે સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમે મોટી ડ્રાઈવ ચલાવી જાહેરમાં કચરો ફેંકવા, પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સહિતની બેદરકારી બદલ ધંધાર્થીઓ પાસેથી રૂા.1 લાખ જેવો દંડ વસુલતા બજારમાં ફફડાટ મચી ગયો છે.
આજે કમિશ્ર્નરે જાતે અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી પ્રતિબંધીત પાન માવાના પ્લાસ્ટીક, જાહેરમાં કચરો ફેંકવા બપ્ સેન્ટ્રલ ઝોનમાં 94 વેપારી પાસેથી 14 કિલો માવાનું પ્લાસ્ટીક જપ્ત કરી રૂા. 42040નો દંડ લેવામાં આવ્યો હતો. સામાકાંઠે પૂર્વ ઝોનમાં વેપારી વિસ્તારોમાં દુકાનો આસપાસ ચેકીંગ કરવામાં આવ્યુ હતું અને અનેક વેપારી ડસ્ટબીનના બદલે જાહેરમાં કચરો ફેંકતા મળ્યા હતા. આથી કુલ 84 વેપારીને રૂા.27569નો દંડ કરી નવ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું છે.
ન્યુ રાજકોટના વોર્ડ નં.1,8,9,10, 11, 12માં જાહેરમાં કચરો ફેંકવા બદલ કુલ 118 વેપારીઓને રૂા.40210નો દંડ કરવામાં આવ્યો હતો અને છ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું છે. વેસ્ટ ઝોનમાં રૈયા ચોકડી, આલાપ ગ્રીન, રામાપીર ચોક, કાલાવડ રોડ, કેકેવી ચોક, સાધુ વાસવાણી રોડ, પંચાયત ચોક, એજી ચોક, નાના મવા ચોક, મવડી રોડ પર આ ડ્રાઈવ હતી તો સામાકાંઠે કુવાડવા રોડ, સંત કબીર રોડ, ન્યુ આશ્રમ રોડ, ભાવનગર રોડ, કોઠારીયા રોડ પર ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ કામગીરી ડે.કમિશ્ર્નર ચેતન ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર નિલેષ પરમાર, ના.ઈજનેર વલ્લભ જીંજાળા, વી.એસ. પ્રજાપતિ, પ્રજેશ સોલંકી, જીજ્ઞેશ વાઘેલા, ડી.કે. સીંધવ, પ્રફુલ ત્રિવેદી, એચ.એચ. પરમાર, દીગ્વીજયસિહ તુવર, સમીર ધડુક, સીટી ઈજનેર એચ.યુ. દોઢીયા, વોર્ડ ઓફીસર સહિતની ટીમો દ્વારા કરવામાં આવી હતી.


Advertisement