સપા-બસપા યુતિના ઉમેદવાર તરીકે હાર્દીક વારાણસીમાં મોદી સામે લડશે!

11 January 2019 06:16 PM
India
  • સપા-બસપા યુતિના ઉમેદવાર તરીકે હાર્દીક વારાણસીમાં મોદી સામે લડશે!

12-13 જાન્યુ. પાસ નેતા બનારસ જશે

Advertisement

વારાણસી તા.11
ઉતરપ્રદેશમાં સમાજવાદી પક્ષ-બસપા વચ્ચે ગઠબંધન થઈ ચૂકયું હોવાના અહેવાલો વચ્ચે એક મોટી ખબર એ છે કે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દીક પટેલને ફોઈ-ભત્રીજાનું ગઠબંધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીમાં સંયુક્ત ઉમેદવાર બનાવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને પક્ષો સાથે જોડાયેલો ન હોઈ એવા ઉમેદવારને મોદી સામે મેદાનમાં ઉતારાશે. આ રણનીતિના ભાગ તરીકે હાર્દીકને વારાણસીથી લડાવવા વિચારાઈ રહ્યું છે.
બસપા અને એસપીની સંયુક્ત પત્રકાર પરિષદ આવતીકાલે દિલ્હીમાં યોજાનારી છે. દરમિયાન હાર્દીક પટેલે ટિવટ કરી જણાવ્યું છે કે તે થોડા દિવસ ગુજરાતની બહાર રહેશે. દિલ્હીમાં 10-11 અને 12-13 જાન્યુઆરીએ બનારસમાં સામાજીક ચળવળ સાથે જોડાયેલા નેતાઓ સાથે પોતે વાતચીત કરશે એવું તેણે જણાવ્યું છે.
કરી જણાવ્યું છે કે તે થોડા દિવસ ગુજરાતની બહાર રહેશે. દિલ્હીમાં 10-11 અને 12-13 જાન્યુઆરીએ બનારસમાં સામાજીક ચળવળ સાથે જોડાયેલા નેતાઓ સાથે પોતે વાતચીત કરશે એવું તેણે જણાવ્યું છે.


Advertisement