‘દંડ’થી નહીં પણ લોકો ‘મન’થી હેલમેટ પહેરે : જેસીપી ખત્રી

11 January 2019 06:15 PM
Rajkot
  • ‘દંડ’થી નહીં પણ લોકો ‘મન’થી હેલમેટ પહેરે : જેસીપી ખત્રી

હેલમેટ પહેરનારને પતંગ અને ન પહેરનારને ‘ગુલાબ’ આપી જાગૃતી લાવવાનો સરાહનીય પ્રયાસ : 700થી વધુ પતંગ અને 1000 પ્લેમફલેટનું વિતરણ

Advertisement

રાજકોટ તા.11
શહેરીજનોની સલામતી માટે શહેર ટ્રાફીક પોલીસ દ્વારા બુધવારથી હેલમેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં કયાંક અતિશયોકિત થતી હોવાની ફરિયાદો સામે આવી રહી હત્યારે હવે પોલીસ દ્વારા લોકો દંડની બીકથી નહી પરંતુ મનથી હેલમેટ પહેરે તે જરૂરી હોય તેવુ સમજાવવા માટે હેલમેટ પહેરનાર વાહનચાલકને પતંગ તેમજ નિયમનો ભંગ કરનારને ગુલાબ આપી હેલમેટ પહેરવા અંગે સમજ આપવામાં આવશે.
શહેરમાં હેલમેટ ડ્રાઇવ શરૂ થયા બાદ દ્વિચક્રી વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહ્યા હતા. પોલીસની દંડાત્મક કાર્યવાહી સામે લોકોમાં દેકારો બોલી ગયો હતો. ત્યારે આ મામલે ચોક્કસપણે પોલીસે પોતાની કાર્યપઘ્ધતિ બદલવાની માંગ ઉઠી રહી હતી.
ત્યારે આ બાબતે હવે પોલીસ દ્વારા હેલમેટ ડ્રાઇવ યથાવત રહેશે. પરંતુ હેલમેટ પહેરનારને હવે પતંગ આપવામાં આવશે તેમજ હેલમેટ ન પહેરનાર વાહન ચાલકને ગુલાબ આપી તેમને સલામતી માટે હેલમેટ પહેરવા માટેની સમજ આપવામાં આવશે.
આ બાબતે જેસીપી સિઘ્ધાર્થ એન. ખત્રીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પોલીસનો હેતુ હેલમેટ ડ્રાઇવ યોજી લોકો પાસેથી દંડ ઉઘરાવાનો નથી. પરંતુ લોકો પોતાની સલામતી ખાતર હેલમેટ પહેરે તે બાબતની સમજ કેળવવાનો છે. માટે પોલીસ દ્વારા હેલમેટ પહેરનારને પતંગ તેમજ ન પહેરનારને ગુલાબ આપી તેમની મહામુલી જીંદગી માટે હેલમેટ પહેરવુ જરૂરી છે. તે અંગેની સમજ આપવામાં આવશે. લોકો દંડથી નહી પરંતુ મનથી સમજી હેલમેટ પહેરવા લાગે તે વધુ આવકાર્ય છે.
ટ્રાફીક પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પોલીસે ગઇકાલ સાંજથી લઇ આજ બપોર સુધીમાં 700થી વધુ પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે. પતંગમાં ટ્રાફીક જાગૃતિ અંગેના સૂત્રો લખવામાં આવ્યા છે. આ ઉપરાંત હેલમેટ અંગે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે 1000 પ્લેમફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.


Advertisement