અધિકારીઓ સર્વેક્ષણ અને ઈવેન્ટમાં વ્યસ્ત: ટેકસ વસુલવાના પ્રયાસોમાં ખૂટતા પ્રયાસો

11 January 2019 06:14 PM
Rajkot

આજે વિરાણી ચોકમાં કે.એમ.કે. કલાસીસ સીલ: પૂરા રાજકોટમાંથી માત્ર 19.50 લાખની વસુલાત

Advertisement

રાજકોટ તા.11
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પૂરતા સ્ટાફના અભાવે ગોકળગતિએ ચાલતી વેરા વસુલાત ઝુંબેશ, 250 કરોડના વેરાની વસુલાતમાં તમામ અધિકારીઓને રોકી દેવાના બદલે સ્વચ્છ સવેક્ષણ તથા ઈવેન્ટમાં રોકવાની વ્યવસ્થાથી આજે પણ ટેકસ રીકવરીનું કામ સરકારી ધોરણે થયું હતું. કોઠારીયા વાવડીમાંથી અડધો અબજના બાકી વેરા વસુલવામાં તંત્ર ટુંકુ પડી રહ્યું છે. આજે સેન્ટ્રલ ઝોનમાં એક કોચીંગ કલાસને સીલ મારવામાં આવ્યા હતા.
વોર્ડ નં.7માં વિરાણી ચોક પાસે આવેલ કે.એલ.કે. કલાસીસનો રૂા.8.77 લાખનો વેરો બાકી હોય તેને સીલ મારી દેવામાં આવેલ છે. સાત મિલ્કતમાંથી 4.25 લાખની આવક થઈ હતી. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર આરતી નિમ્બાર્ક, કેતન સંચાણીયા તથા ટીમે કરી હતી.
પૂર્વ ઝોનમાં કોઠારીયા રોડ, સંસ્કાર, મધુરમ, રામનગર, એટલાસ, અંકીત, ગોલ્ડન ઈન્ડ. વિસ્તારમાં 14 જગ્યાએ સીલીંગની કામગીરી કરતા કારખાનેદારોએ રૂા.10.78 લાખ જમા કરાવ્યાનું વિભાગે જણાવ્યું છે. આ કામગીરી આસી. મેનેજર એમ.ડી. ખીમસુરીયા અને ટીમે કરી હતી.
વેસ્ટ ઝોનમાં આજે અમીન માર્ગ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, પુષ્કરધામ, વાવડી વિસ્તારમાં રીકવરી ઝુંબેશ કરાતા રૂા.4.51 લાખની આવક થઈ હતી. આ કામગીરી ટેકસ ઈન્સ. કણઝરીયા, મહેતા, પરમાર, પાટડીયા, વાંક, નસીત વગેરે દ્વારા કરવામાં આવી હતી.


Advertisement