પુત્રના લગ્ન માટે રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને નોતરું, મોદીને નહીં

11 January 2019 06:13 PM
India
  • પુત્રના લગ્ન માટે રાજ ઠાકરેનું રાહુલ ગાંધીને નોતરું, મોદીને નહીં

કોંગ્રેસની નજીક આવી રહ્યાની અટકળો

Advertisement

મુંબઈ તા.11
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ પોતાના પુત્રના લગ્નમાં હાજર રહેવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કંકોત્રી મોકલી છે. આ કારણે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનમાં મનસે પણ જોડાય તેવી ચર્ચા થઈ રહી છે. ઠાકરેએ જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્ર્યા નથી. ઠાકરેએ રાહુલને આમંત્રણ આપવા પોતાના બે સચિવોને દિલ્હી મોકલ્યા હતા. પહેલાં ઠાકરે ખુદ દિલ્હીમાં રૂબરૂ આમંત્રણ આપવાના હતા, પણ પાછળથી તેણે જવાનું માંડી બે સચિવોને મોકલ્યા હતા. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ રાજઠાકરેના આમંત્રણનો કોઈ રાજકીય અર્થ કાઢવો જોઈએ નહી.
ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને નોતરું પાઠવ્યું છે, પણ મોદીને કદાચ નહીં મોકલે.


Advertisement