ચાઈનીઝ તુકકલ ખરીદનાર ત્રણ લોકોની ધરપકડ

11 January 2019 06:12 PM
Rajkot Gujarat
  • ચાઈનીઝ તુકકલ ખરીદનાર ત્રણ લોકોની ધરપકડ

Advertisement

અમદાવાદ: જો તમે આ ઉતરાયણમાં સાંજ પડતા જ ચાઈનીઝ તુકકલ આકાશમાં ઉડાડવાનું વિચારી રહ્યા હો તો તમારો વિચાર માંડી વાળજો. કારણ કે, આવું કરવા બદલ તમારે સીધી લોકઅપની હવા ખાવી પડી શકે છે. એટલું જ નહીં, આ તુકકલને ઓનલાઈન મંગાવવી પણ તમને ભારે પડી શકે છે. પોલીસની સખ્તાઈને કારણે ચાઈનીઝ તુકકલો જાહેરમાં નથી વેચાઈ રહી. જો કે કેટલાક લોકો તેને ગમે તે ભોગે મેળવવા માટે ઓનલાઈન ઓર્ડર કરવાનું તીકડમ અજમાવી રહ્યા છે ત્યારે આવા લોકો પર પણ પોલીસે સખ્તાઈ બતાવી છે.
અમદાવાદમાં ઓનલાઈન તુકકલ મંગાવનારા ત્રણ લોકોની ધરપકડ કરીને તેની પાસેથી 100 જેટલી તુકકલો કબ્જે કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કેટલાક સમયથી ઉતરાયણની સાંજેચાઈનીઝ તુકકલ આકાશમાં ઉડાડવાનો ટ્રેન્ડ શરુ થયો છે. જો કે, આ તુકકલને કારણે આગ લાગવાના પણ બનાવો બનતા હોવાનું સામે આવ્યા બાદ બે વર્ષથી તેના પર પ્રતિબંધ આવી ગયો છે. પ્રતિબંધને કારણે ચાઈનીઝ તુકકલને ઉડાડવાનું પ્રમાણ પણ ઘટી ગયું છે. જો કે, કેટલાક લોકો ઓનલાઈન તુકકલ મંગાવતા હોવાનું ધ્યાને આવ્યા બાદ પોલીસે તેમના પર પણ ધોંસ બોલાવી છે.


Advertisement