બાવન વર્ષના પ્રૌઢે પત્નીએ ખોટી ફરિયાદ કર્યાની કમિશ્નરને કરી રજૂઆત

11 January 2019 06:10 PM
Rajkot

પત્ની અલગ ફલેટ તથા 2પ લાખ ફિકસમાં મૂકવાની માંગણી કરતી હોય જે નકારતા ફરિયાદ કર્યાનો આક્ષેપ

Advertisement

રાજકોટ તા.11
શહેરના એરપોર્ટ રોડ પર જૈન દેરાસર પાછળ રહેતા બાવન વર્ષના પ્રૌઢે કમિશ્નરને ઉદેશીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેમના પત્નીએ તેમના પર ખોટી ફરિયાદ કરી છે તે અલગ ફલેટ તથા 2પ લાખ ફિકસમાં મૂકવાની માંગણી કરતી હોય જે નકારતા તેણીએ આ ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે યોગ્ય પગલા લેવા રજૂઆત કરી હતી.
એરપોર્ટ રોડ પર જૈન દેરાસર પાસે આરાધના સોસાયટી મેઇન રોડ પર રહેતા અજયભાઇ કાંતીલાલ કુંડલીયા દ્વારા પોલીસ કમિશ્નરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તેમની પત્નીએ તેમની તથા પરિવાર સામે શારીરીક માનસીક ત્રાસની ફરિયાદ કરી છે. જે ફરિયાદ શંકાસ્પદ છે. તેમણે પોતાની રજુઆતમાં વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ તેમના પત્ની અલગ રહેવાની માંગણી કરી રહ્યા હોય અને તેના કારણે ઘરમાં સતત કંકાસ ચાલી રહ્યો હતો.
ગત તા.24/11ના રોજ રેસકોર્ષ મળવા ગયા અને કહ્યું હતું કે અલગથી ફલેટ તથા 2પ લાખ ફિકસ ડિપોઝીટ મૂકવા માટે ધમકી આપી હતી. આ માંગણી ન સ્વીકારતા તેમણે આ ફરિયાદ કરી હોવાનું અરજદાર અજયભાઇએ આક્ષેપ કર્યો હતો. અરજદારે પોતાની અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે તેઓની ઉંમર પ2 વર્ષની છે અને તેમના કુટુંબમાં 72 વર્ષના વૃઘ્ધ માતા તથા 80 વર્ષના વૃઘ્ધ પિતા છે. આ ઉપરાંત પુત્ર ચિરાગ કે જે પરિણીત છે. તે તથા પુત્રવધુ અને તેમના સગીર પ્રૌત્ર સાથે રહે છે. અજયભાઇએ અરજીના અંતમાં જણાવ્યું હતું કે આ ફરિયાદ શંકાસ્પદ હોય આ મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવા રજૂઆત કરી હતી.


Advertisement