યુવાન હેન્ડસફ્રી પહેરી રેલ્વે પાટા ક્રોસ કરવા જતા લપસી પડયો: બન્ને પગ પર ટ્રેન ફરી વળી

11 January 2019 06:10 PM
Rajkot

પત્નીને કીધુ, ‘જમવાનું બનાવી રાખજે’: હું બહાર જઈને આવુ છું: યુવાનના બન્ને પગ કપાતા અમદાવાદ સિવિલમાં ખસેડાયો

Advertisement

રાજકોટ તા.11
શહેરમાં વાહન ચાલકો માટે ટ્રાફીકના કાયદાઓ કડક બનાવવામાં આવતા અમુક વાહન ચાલકો કાનમાં હેન્ડસફ્રી રાખી વાહન ચલાવે છે અને અકસ્માત સર્જાય છે. જયારે ભગવતીપરામાં રહેતો યુવાન કાનમાં હેન્સફ્રી રાખી ટ્રેનના પાટા ક્રોસ કરવા જતા લપસી પડતા પગ પર ધસમસતી ટ્રેન ફરી વળી હતી અને બન્ને પગ કપાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ભગવતીપરા પુલ નીચે પાટા પાસે રહેતો કમલેશભાઈ મૈયા (ઉ.24) રાત્રીના સમયે મજુરી કામ કરી ઘરે આવ્યો અને ઘરે થોડીવાર બેસી પત્નીને કીધુ કે, જમવાનું બનાવી રાખજે હું હમણા આવુ છું. અને ત્યારબાદ કાનમાં હેન્સફ્રી ભરાવી મોબાઈલમાં ગીત સાંભળતા ટ્રેનના પાટા સુધી પહોંચી ગયો હતો. ધસમસતી ટ્રેન પણ તેને આવતો ન હોતો ટ્રેનને નજીક આવતી જોઈ જતા પાટા ઓળંગી ઘર તરફ ભાગવા જતા પાટા પર જ લપસી પડયો હતો અને ટ્રેન બન્ને પગ પર ફરી વળતા બન્ને પગ કપાયા હતા તેને સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાયો છે.
આ બનાવ અંગે રેલ્વે પોલીસ મથકના હેડ કોન્સ. અશોકભાઈ સહિતના સ્ટાફે કાર્યવાહી આદરી હતી.


Advertisement