આજી નદી શુધ્ધિકરણ પ્રોજેકટનું ટેન્ડર ફેઈલ: રીવરફ્રન્ટ પ્રોજેકટ લંબાશે!

11 January 2019 06:09 PM
Rajkot
  • આજી નદી શુધ્ધિકરણ પ્રોજેકટનું ટેન્ડર ફેઈલ: રીવરફ્રન્ટ પ્રોજેકટ લંબાશે!

8.18 કરોડની યોજનામાં ડ્રેનેજ પાઈપલાઈનનું એક તરફનું નદીનું કામ ગયું-બીજા ભાગમાં ઉંચી ઓનથી રીટેન્ડર: સરકારની યોજના શરૂ થવાનું મૂહુર્ત કયારે?

Advertisement

રાજકોટ તા.11
રાજકોટ મહાનગરમાં પ્રદૂષણ અને ગતિના કેન્દ્રબીંદુ જેવી બની ગયેલી આજી નદીના શુધ્ધિકરણ અને રીવર ફ્રન્ટનો મોટો પ્રોજેકટ રાજય સરકારે બનાવ્યો છે. કલેકટર અને મહાપાલિકા તંત્રને સંયુકત રીતે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ વિશાળ નદી પટમાં ગટરનું ગંદુ પાણી છોડાતુ બંધ થાય તે માટે મનપાએ કરેલી મોટી પહેલમાં બ્રેક લાગી છે. નદીમાં જુદા જુદા પોઈન્ટ પરથી આવતું ગટરનું પાણી બંધ થાય અને પાઈપલાઈન નાખવામાં આવે તે માટે 8.18 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવતા અડધા કામ માટે રીટેન્ડર કરવા પડયા છે.
8.18 કરોડના કામમાંથી એક ભાગનું કામ આપવા ભલામણ થનાર છે. પરંતુ બીજા પાર્ટ માટે ઉંચી ઓનથી રીટેન્ડર કરાયા છે. જેથી આ પાઈપલાઈન પ્રોજેકટના પગલે પૂરેપૂરો આજી રીવરફ્રન્ટ પ્રોજેકટ પણ લંબાઈ તેવી શકયતા છે.
આમ તો વર્ષોથી આજી રીવરફ્રન્ટ યોજના સરકાર અને મહાપાલિકા આગળ વધારવા માંગે છે પરંતુ નદીમાં ઠલવાતું ડ્રેનેજનું દુષણ રોકવું તે જ સૌથી મોટુ અને પહેલું કામ છે. આ પડકારજનક યોજના કમિશ્ર્નર બંછાનીધી પાનીએ હાથ પર લીધી હતી. નદીના પટમાં જુદી જુદી જગ્યાએથી ડ્રેનેજનું પાણી ઠલવવામાં આવે છે. આથી પટ વિસ્તારમાં પ્રદુષણનો પ્રશ્ર્ન ઉકેલાતો નથી. આ પાણી નદી કાંઠે જ પાઈપલાઈનમાં રોકાય અને કંપની પ્લાન્ટ બનાવીને ત્યાં જ પ્રોસેસ કરે તે માટે કોન્ટ્રાકટ આપવાના ટેન્ડર પ્રથમ વખત બહાર પાડવામાં આવ્યા હતા. આ પાઈપ બન્ને દિશામાંથી નાખવાના હોય ટેન્ડરના બે ભાગ કરવામાં આવ્યા હતા.
પાર્ટ-1માં બે એજન્સીએ ભાવ આપ્યા હતા. 49 ટકા ઓન માંગતી કંપની બાદમાં 25 ટકા ઓનમાં કામ કરવા તૈયાર થઈ હતી. પરંતુ આ ભાવ વધુ લાગતા આજે આજી નદીના પૂર્વ ભાગમાં નેશનલ હાઈવે 8-બીથી પોપટપરા સુધીના 8.18 કરોડના કામ માટે રીટેન્ડર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જંગલેશ્ર્વરથી મોરબી રોડ તરફના ભાગે 10.5 કિ.મી.માં 11 ઓન આવી હોય આ પાર્ટીને કામ આપવા કાર્યવાહી થવાની છે.
નદીકાંઠે પાઈપલાઈન અને પ્લાન્ટ માટે હાર્ડરોક ખુબજ મહેનત કરાવે તેમ છે. આથી પણ ઉંચા ભાવ આવતા હોવાનો અંદાજ છે. હવે રીટેન્ડર તા.18-1 સુધીમાં જમા કરવાના છે. તે બાદ ભાવના આધારે આજી નદી શુધ્ધિકરણના પાયાના કામ જેવા પાઈપલાઈન પ્રોજેકટનો પ્રારંભ શકય બનશે. જો કે તે બાદ રીવરફ્રન્ટ પ્રોજેકટમાં ફરી લાંબો સમય નિકળવાનો છે તે નકકી છે.


Advertisement