ધુમ્રપાન નહી ક૨તા લોકોને વર્ષ્ો ૬ દિવસની વધા૨ાની ૨જા

11 January 2019 06:07 PM
India
  • ધુમ્રપાન નહી ક૨તા લોકોને વર્ષ્ો ૬ દિવસની વધા૨ાની ૨જા

Advertisement

8ખજઈંખ4 ઝઋઙ !!
ટીવી પર કે રેડિયો પર જ નહી સમાચાર પત્રમાં પણ સિગરેટ છોડવા માટેની જાહેરાત કરવામાં આવે છે. તો પણ સિગરેટ પીતા લોકોમાં ઘટાડો નથી થઈ રહ્યો.સ્મોકિંગ આપણા શરીર માટે હાનિકારક હોય છે. આમાં એવા લોકો પણ સામેલ છે જે, સિગરેટ નથી પીતા. ટીવી પર કે રેડિયો પર જ નહી સમાચાર પત્રમાં પણ સિગરેટ છોડવા માટેની જાહેરાત કરવામાં આવે છે. તો પણ સિગરેટ પીતા લોકોમાં ઘટાડો નથી થઈ રહ્યો.
સરકાર દ્વારા ટેક્સ વધારવા છતા લોકોએ આ લત નથી છોડતા. ધૂમ્રપાન અને તંબાકુની આદત લોકોમાં ઓછી પડે તે માટે જાપાનની એક માર્કેટિંગ કંપની પિઆલ ઈંકે પોતાના કર્મચારીઓને સિગરેટની લત છોડવા માટે પ્રેરિત કર્યા છે. કંપનીએ કર્મચારીઓને સારી અને સ્વસ્થ્ય જિંદગી જીવવાનું કહ્યું છે.
કંપનીએ આની માટે એક પ્રસ્તાવ પણ રાખ્યો છે. જેમાં એવા લોકો સામેલ છે, જે સિગરેટ નથી પીતા. જે લોકો સિગરેટ નથી પીતા તેમને વર્ષમાં 6 રજા વધારે આપવામાં આવશે. જે પૂરા વર્ષમાં ક્યારે પણ લઈ શકે છે.
કંપનીના એક કર્મચારીએ સિગરેટ પીતા લોકોની ફરિયાદ કરી, જેમાં તેણે વધારે બ્રેક લેતા અને ટાઈમ પાસ કરવાનો હવાલો આપ્યો. સાથે તેણે જણાવ્યું કે, કેવી રીતે સિગરેટ પીતા લોકોના કારણે કંપનીની પ્રોડક્ટિવિટી પર અસર પડે છે.
કંપનીએ આવુ કર્યા બાદ લગભગ 4 કર્મચારીઓએ સિગરેટ પીવાનું છોડી દીધુ છે. સાથે પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવાનું પણ શરૂ કરી દીધુ છે.
જાપાનની 18 ટકા જનતા સિગરેટ પીવે છે. ઓનલાઈન રિપોર્ટ અનુસાર, એક લાખ 30 હજાર લોકોના સિગરેટના કારણે મોત થાય છે.


Advertisement