હાર્દીકના વિધાનો ટીમનું કલ્ચર નથી: વિરાટ કોહલીએ દૂરી બનાવી

11 January 2019 06:01 PM
Sports
  • હાર્દીકના વિધાનો ટીમનું કલ્ચર નથી: વિરાટ કોહલીએ દૂરી બનાવી

હોટસ્ટાર્સે કોફી વીથ કરનનો એ વિવાદાસ્પદ એપીસોડ હટાવી લીધો

Advertisement

નવી દિલ્હી: ટીમ ઈન્ડીયાના ઓલ રાઉન્ડર હાર્દીક પંડયા તથા કે.એસ.રાહુલને દર્શાવતા કોફી વીથ કરન શોએ ભારે વિવાદ સર્જયો છે અને હવે આ એપીસોડ હોટ સ્ટાર પરથી હટાવી લેવામાં આવ્યો છે તો બીજી તરફ ક્રિકેટ બોર્ડ હવે કોઈપણ રિયાલીટી શોમાં કે ક્રિકેટ સિવાયના શોમાં હાજરી આપતા પુર્વે તમામ ક્રિકેટરોએ ક્રિકેટ બોર્ડની લેખીત મંજુરી લેવી જરૂરી બનશે. બીજી તરફ વિરાટ કોહલીએ હાર્દીક પંડયાના વિધાનથી દૂરી બનાવતા તેને આ ટીમ કલ્ચર હોવાનું કે ડ્રેસીંગ રૂમ કલ્ચર હોવાનો ઈન્કાર કર્યો છે. વિરાટે પત્રકારો સાથેની વાતચીતમા કહ્યું કે ભારતીય ક્રિકેટરો એક જવાબદાર વ્યક્તિ છે અને તેઓ તેની (હાર્દિક-રાહુલ)ની સાથે નથી. અમો તેના વિચારોને સમર્થન પણ કરતા નથી. હવે કાલના વનડેમાં હાર્દીક રાહુલ રમશે કે કેમ તે હજુ નિશ્ર્ચિત નથી. કોહલીએ આ અંગે અમો બોર્ડના નિર્ણયની રાહ જોઈએ છીએ.


Advertisement