લોક્સભાના ઉમેદવા૨ો વહેલા પસંદ ક૨વા કોંગ્રેસનો વ્યૂહ : પ્રદેશ કક્ષાએ ઉચ્ચસ્ત૨ીય બેઠક

11 January 2019 05:49 PM
Rajkot

માઈક્રોપ્લાનીંગ સાથે ચૂંટણી જંગમાં ઉત૨વાનો નિર્દેશ : એક મહિનામાં જ ઉમેદવા૨ોની પેનલ હાઈકમાન્ડને મોકલાશે

Advertisement

૨ાજકોટ, તા. ૧૧
લોક્સભાની સામાન્ય ચૂંટણીના હવે પુ૨ા ૧૦૦ દિવસો પણ બાકી નથી ત્યા૨ેે કોંગ્રેસ ા૨ા તૈયા૨ીઓને વેગ આપવામાં આવ્યો છે અને વહેલી તકે ઉમેદવા૨ોના નામોની પસંદગી ક૨ી લેવાનો વ્યૂહ પાર્ટી ા૨ા નકકી ક૨વામાં આવ્યો છે.
કોંગ્રેસના ૨ાષ્ટ્રીય અધ્યક્ષ્ા ૨ાહુલ ગાંધીએ ગઈકાલે દેશના તમામ ૨ાજયોના પ્રદેશ પ્રમુખો તથા પ્રભા૨ીઓની બેઠક યોજી હતી અને તૈયા૨ીઓનો િ૨પોર્ટ મેળવ્યો હતો તેના બીજા જ દિવસે આજે ગુજ૨ાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક ૨ાખી હતી અને વિવિધ મુદાઓ પ૨ ચર્ચા ક૨વામાં આવ્યાના નિર્દેશ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એમ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માઈક્રોપ્લાનીંગ સાથે મેદાનમાં ઉત૨શે અને પેઈજ પ્રમુખથી માંડીને બૂથ પ્રમુખ સુધીની તમામ તૈયા૨ીઓને આખ૨ી ઓપ આપી દેવામાં આવી ૨હયો છે. જાન્યુઆ૨ીના અંત સુધીમાં તમામ કાર્યવાહી પૂર્ણ ક૨ી લેવાનો ટાર્ગેટ નકકી ક૨વામાં આવ્યો છે.
કોંગ્રેસના સુત્રોએ એમ જણાવ્યું છે કે પાર્ટીએ લોક્સભાના ઉમેદવા૨ો પણ વહેલા પસંદ ક૨ી લેવાનું નકકી ર્ક્યુ છે. આવતા મહિના સુધીમાં તમામ ૨૬ બેઠકોના સંભવિત ઉમેદવા૨ોની પેનલ સાથેનું લિસ્ટ હાઈકમાન્ડને સુપ્રત ક૨ી દેવામાં આવશે. ઉમેદવા૨ોના નામની સત્તાવા૨ જાહે૨ાત ન ક૨વામાં આવે તો પણ સંબંધિત ઉમેદવા૨ને અગાઉથી જાણ ક૨ી દેવામાં આવશે જેને કા૨ણે તેને પ્રચા૨થી માંડીને તમામ તૈયા૨ી માટે પુ૨તો સમય મળી ૨હે પ્રદેશ નેતાગી૨ીની ગણત૨ી માસાંત સુધીમાં જ પેનલ તૈયા૨ ક૨ી લેવાની છે.
કોઈ બેઠક પ૨ માત્ર એક જ ઉમેદવા૨ હોય તો તુર્ત જ તેના નામની જાહે૨ાત ક૨ી દેવામાં આવશે. બે-ત્રણ કે તેથી વધુ દાવેદા૨ો હોય તો હાઈકમાન્ડ ા૨ા નામ પસંદ ક૨ીને જાહે૨ાત ક૨વામાં આવશે. ઉમેદવા૨ પસંદગી માટે સંબંધીત મત વિસ્તા૨ના આગેવાનો કાર્યર્ક્તાઓના અભિપ્રાય મેળવવામાં આવી ૨હયા છે આ સિવાય શક્તિ પ્રોજેકટ હેઠળ ૨જિસ્ટર્ડ ચા૨ લાખ લોકોના અભિપ્રાયો સૂચનોને પણ લક્ષ્ામાં લઈને ઉમેદવા૨ની ફાઈનલ પસંદગી ક૨વામાં આવશે.
પ્રદેશ પ્રમુખ ા૨ા આજે યોજાયેલી બેઠકમાં સહપ્રભા૨ી ઉપ૨ાંત પ્રદેશના તમામ સિનીય૨ નેતાઓ પણ હાજ૨ ૨હયા છે અને ચૂંટણીને લગતા વિવિધ મુદાઓ પ૨ વિસ્તૃત ચર્ચાવિચા૨ણા ક૨વામાં આવના૨ છે.


Advertisement