સાવકા પિતાએ ત્રણ વર્ષ પુત્રીને ચુથી : અંતે ઘ૨ છોડયું

11 January 2019 05:24 PM
Ahmedabad Gujarat
  • સાવકા પિતાએ ત્રણ વર્ષ પુત્રીને ચુથી : અંતે ઘ૨ છોડયું

Advertisement

અમદાવાદ: મંગળવારે ચાંદલોડિયામાં રહેતી એક મહિલાએ અભયમ 181 હેલ્પલાઈનને ફોન કરીને જણાવ્યું કે તેની દીકરી ઘરે નથી આવતી અને એક મિત્ર સાથે જ સમય વિતાવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ હેલ્પલાઈનના કાઉન્સેલરને લાગ્યું કે ટીનેજર છોકરી પરિવાર સામે બળવો પોકારવાના મૂડમાં હશે. પરંતુ છોકરી સાથે એક બાદ એક સેશન્સ પછી જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. 17 વર્ષની છોકરીએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષઢક સાવકા પિતા તેની સાથે દુષ્કર્મ આચરે છે.
આ વાત સાંભળીને છોકરીની માતાને પણ આઘાત લાગ્યો. માતાના કહેવા પ્રમાણે દીકરીએ આ વિશે તેને ક્યારેય વાત જ નહોતી કરી. અભયમ હેલ્પલાઈનના એક અધિકારીએ કહ્યું, આઠમા ધોરણથી જ સ્કૂલ છોડી દેનારી આ છોકરી પાડોશમાં જ રહેતા મિત્રની સાથે રહેવા લાગી અને ઘરે આવવાની ના પાડી દીધી. 15 દિવસ સુધી આ પ્રમાણે ચાલ્યા બાદ માતાને ચિંતા થઈ અને હેલ્પલાઈનને ફોન કર્યો. ગુજરાન ચલાવવાનો ભાર છોકરીની માતાના ખભે છે કારણકે તેનો પતિ ઘણા સમયથી બેરોજગાર છે.
અભયમ 181ના કાઉન્સેલરે કહ્યું, જ્યારે માતા નોકરી પર જાય ત્યારે છોકરી ઘરે જ રહેતી અને દારુ પીધા બાદ સાવકો પિતા બળાત્કાર કરતો હોવાનો આરોપ પીડિતાએ મૂક્યો છે. આ ઘટના વિશે વાત કરતાં ડરતી છોકરીએ કાઉન્સેલરને જણાવ્યું કે, સાવકા પિતાની કરતૂત વિશે માતાને ઘણા ઈશારા અને સંકેતો આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સમજી નહીં. એટલે તેણે અલગ રહેવાનું શરૂ કર્યું. અધિકારીએ કહ્યું, છોકરીએ કહ્યું કે, તેણે આ જ વિસ્તારમાં રહેતી માસીને આ અંગે વાત કરી પરંતુ માસીએ તેને કોઈ સગા સાથે પરણાવવાનો પ્રયાસ કર્યો. કંટાળેલી છોકરીએ જુદા રહેવાનું શરૂ કર્યું. અમે પરિવારને સમજાવ્યો અને પોલીસનો સંપર્ક કર્યો છે. હાલ પીડિતા ગુનો નોંધાવવાની ઉતાવળ કરવા નથી માગતી. તેનું કાઉન્સેલિંગ ચાલુ છે.


Advertisement