ઓહ....આ પણ ગુજ૨ાત છે

11 January 2019 05:14 PM
Ahmedabad Gujarat
  • ઓહ....આ પણ ગુજ૨ાત છે

ગુજ૨ાતમાં સલામતી સામે પ્રશ્ર્ન : ૨ોજના ત્રણ ખૂન અને ત્રણ ખૂની હુમલા

Advertisement

અમદાવાદ, તા. ૧૧
દરરોજ જે રીતે હત્યા અને જીવલેણી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે છે કે ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ગુજરાતની ગણતરી દેશના સલામત અને શાંત રાજ્યોમાં કરવામાં આવે છે. સમયાંતરે દાવાઓ કરવામાં આવે છે કે અહીંના શહેરોમાં છોકરીઓ રાત્રે બે વાગ્યે પણ એકલી ફરી શકે છે. જોકે, બીજી તરફ જે આંકડાઓ સામે આવ્યા છે તેના પરથી સલામત ગુજરાતના દાવાનો છેદ ઉડી જાય છે. તાજેતરમાં જ ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યામાં આરોપીઓ તો નથી પકડાયા પરંતુ કોણે અને શા માટે હત્યા કરી તે પણ સામે આવ્યું નથી. રાજ્યના ગૃહવિભાગના આંકડા કહે છે કે રાજ્યમાં દરરોજ ત્રણ વ્યક્તિની હત્યા થાય છે, તેમજ ત્રણ પર ખૂની હુમલા થાય છે.
દરરોજ જે રીતે હત્યા અને જીવલેણી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે છે કે ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જોકે, હત્યા કે હત્યાના પ્રયાસના બનાવો ગુજરાતના કોઈ ચોક્કસ વિસ્તારમાં બને છે તેવું નથી. ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જ્યાં આવા બનાવો નથી બની રહ્યા.
છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ હત્યાના મામલામાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 267 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 162 બનાવો નોંધાયા છે. આખા રાજ્યની વાત કરવામાં આવે તો બે વર્ષમાં કુલ 2211 વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.
અમદાવાદ- 267 હત્યા રાજકોટ- 162 કચ્છ -109 હત્યા ભાવનગર- 93 હત્યા ખેડા- 70 બનાસકાંઠા- 78 સુરેન્દ્રનગર- 76 દાહોદ- 77 વડોદરા- 71
હત્યા ઉપરાંત બે વર્ષમાં હત્યાના પ્રયાસની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. આંકડાઓ જોઈએ તો રાજકોટમાં 128, સુરતમાં 218, જામનગરમાં 241, અમદાવાદમાં 295, મહેસાણામાં 121 હત્યાના પ્રયાસની ઘટનાઓ બનાવા પામી છે. હત્યાન પ્રયાસના કેસમાં પણ અમદાવાદ જિલ્લો મોખરે રહ્યો છે.


Advertisement