કાલાવડના ખંઢેરા ગામે વીજ પોલ સાથે ગળાફાંસો ખાઇ પ્રૌઢનો આપઘાત

11 January 2019 04:45 PM
Jamnagar

જામજોધપુરમાં જંતુનાશક દવાના છંટકાવની વિતરીત અસરથી યુવાનનું મોત

Advertisement

જામનગર તા.11: કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે ડ્રાઇવીંગના ધંધા સાથે સંકળાયેલા પ્રૌઢે ઇલેકટ્રીક પોલ સાથે ગળાફાંસો ખાઇ લઇ જીવાદોરી ટુંકાવી લીધી છે. જયારે જામજોધપુરના સીમ વિસ્તારમાં જંતુનાશક દવાના છંટકાવ વખતે થયેલ વિપરીત અસરથી ખેત મજુર યુવાનનું મૃત્યું નિપજ્યું છે.
જામનગર જિલ્લામાં અપઘાત અને અપમૃત્યુના વધુ બે બનાવો નોંધાયા છે. જેમાં કાલાવડ તાલુકા મથકથી 12 કિ.મી. દુર આવેલ ખંઢેરા ગામ પાસે દરગાહ નજીક રાજકોટના મોટા મોવા ગામે ઇજનેરી કોલેજ પાસે રહેતા અને ડ્રાઇવીંગ વ્યવસાય કરતા ઉમેશભાઇ મોહનભાઇ ખાડેખાએ ઇલેકટ્રીક થાંભલા ઉપરથી ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પત્ની કાંતાબેને પોલીસમાં જાણ કરી હતી. પ્રૌઢ રણુજા ખાતે બીજ ભરવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી ગયા બાદ પ્રૌઢે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાહેર થયું છે. જયારે જામજોધપુર તાલુકા મથકથી 3 કિ.મી. દુર ગીંગણી રોડ પર આવેલ જગદીશ વલ્લભભાઇની વાડીમાં ખેત મજુરી કરતા રવિભાઇ ડાયાભાઇ સરવૈયા (ઉ.વ.22) નામના યુવાનને જંતુનાશક દવાના છંટકાવ બાદ આજે સાંજે વિપરીત અસર થઇ હતી. દરમ્યાન આ યુવાનને ઉપલેટા બાદ જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવેલ યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે જામજોધપુર એ.એસ.આઇ. વી.ડી.રાવલીયા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement