ધુંવાવ નજીક શો રૂમના કર્મચારી પર હુમલો

11 January 2019 04:45 PM
Jamnagar
Advertisement

જામનગર તા.11: જામનગરમાં ધુંવાવ રોડ પર ઇસ્કોન મંદિર સામે કારના શો રૂમમાંથી નોકરી પુરી કરી ઘર તરફ જતાં ધુંવાવના એક શખ્સને બાઇક પર આવેલા પોરબંદર પંથકના શખ્સે આંતરી લઇ લોખંડના પાઇપ વડે હુમલો કરી બન્ને પગના ભાગે મુંઢ ઇજા પહોંચાડી હતી.
જામનગર નજીક ધુંવાવ ગામે મસ્જીદ પાસે રહેતા અલી કાદર મીંયા બુખારી નામનો યુવાન ગત તા. 8 મી ના રોજ રાત્રે 8 વાગ્યે ફોર્ડ કંપનીના શો રૂમમાંથી નોકરી પુરી કરી પોતાના મોટરસાયકલ પર ઘર તરફ જતો હતો ત્યારે પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામે રહેતો અલ્તાફ કાસમભાઇ ખલીફા નામનો શખ્સ મોટરસાયકલ લઇ આવી પહોંચ્યો હતો અને આ યુવાન મોટરસાયકલને આંતરી લીધું હતું. ત્યારબાદ લોખંડના પાઇપથી હુમલો કરી યુવાનને હાથના કાંડા તથા બન્ને પગના ભાગે પ્રહારો કરી મુંઢ ઇજા પહોંચાડી હતી. પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે પોરબંદર પંથકના શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Advertisement