મોટી ખાવડી ગામે એક સાથે 18 રૂમના તાળા તોડી તસ્કરી

11 January 2019 04:44 PM
Jamnagar

બાથરૂમના 32 નળ, 39 નંગ ફલસ તથા 7 નંગ પીતળના ફુવારાની ચોરી

Advertisement

જામનગર તા.11 :
જામનગર નજીક ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામે આવેલ એક ખાનગી રેસીડેન્ટના 18 રૂમના દરવાજાના તાળા તોડી અજાણ્યા તસ્કરો બે કલાકના ગાળામાં નળ અને ફુવારાની ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. મેઘપર પોલીસે ચોરી સંબંધે અમુક શકમંદો સુધી તપાસ લંબાવી છે અને આરોપીઓ હાથ-વેતમાં હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે મિલેનીયમ પ્લાઝા નામની રેસીડેન્સીમાં ગત તા. 8 મી ના રોજ બપોરે 1 થી 3 વાગ્યાના ગાળા દરમ્યાન ચોરી થવા પામી હતી. આશાપુરા પ્રાઇવેટ લીમીટેડ મિલેનીયમ પ્લાઝા રેસીડેન્સીના બીજા માળે આવેલ 18 રૂમના દરવાજાના તાળા તોડી કોઇ શખ્સો અંદર પ્રવેશ્યા હતા અને અંદર બાથરૂમમાં ફુટ કરવામાં આવેલ 32 નંગ નળ તથા 39 નંગ ફલ્સ તેમજ 7 નંગ પીતળના ફુવારાની ચોરી કરી ગયા હતાં. રૂપિયા 23700 નો મુદ્દામાલ ચોરી થઇ જતાં આ રેસીડેન્સીમાં નોકરી કરતા ભરતસિંહ અમરસિંહ ઝાલાએ મેઘપર પોલીસ દફતરમાં જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવને પગલે એ.એસ.આઇ. કે.કે. નારીયા સહિતનો સ્ટાફ મોટી ખાવડી દોડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ કરવામાં આવી છે.


Advertisement