નવી ટેક્ષટાઈલ પોલીસી જાહેર: વ્યાજ-વિજ સબસીડી સાથે 85% સ્થાનિકને રોજગારી ફરજીયાત બની

11 January 2019 03:58 PM
Rajkot Gujarat
  • નવી ટેક્ષટાઈલ પોલીસી જાહેર: વ્યાજ-વિજ સબસીડી સાથે 85% સ્થાનિકને રોજગારી ફરજીયાત બની

ગુજરાત સરકારે અનેક આકર્ષણ પોલીસીમાં ઉમેર્યા:ટેક્ષટાઈલ પાકે સ્થાપવા ખાસ સહાય: ટેકનોલોજી અપગ્રેડેશનની પણ સહાય: વાઈબ્રન્ટ પુર્વે મહત્વની જાહેરાત

Advertisement

રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા રાજયોમાં ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝને વેગ આપવા માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેમાં આ ક્ષેત્રના એકમોને વ્યાજ તથા વિજ બીલમાં સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ નવી પોલીસી નવા તથા હાલના જે એકમો છે તેને વિસ્તરણ માટે લાગુ પડશે અને તે વીવીંગથી લઈને ટેક્ષટાઈલ ઉદ્યોગના તમામ પ્રકારના એકમોને લાગુ પડે છે. જો કે જે યુનીટ-સેઝમાં આવેલા છે અને હાલ જે જીનીંગ-સ્પીનીંગ-ગારમેન્ટ અને પેપરલ ક્ષેત્રે જે યુનિટ કાર્યરત છે તેને લાગું થશે નહી. આધાર સબસીડીમાં એલટી પાવર કનેકશનમાં રૂા.3 પ્રતિ યુનિટ અને એસટી પાવરમાં રૂા.2 પ્રતિ યુનિટ સબસીડી મળશે. જયારે અન્ય એકમોને રૂા.2 પ્રતિ યુનિટની સબસીડી મળશે. ઉપરાંત આ એકમોને વિજ-પાણીના રીન્યુએબલ ઉપયોગમાં પણ સહાયતા અપાશે. જેમાં તેની મશીનરીના કુલ ખર્ચના 20% અને વધુમાં વધુ રૂા.30 લાખની સહાય મળશે અને તેઓના એનર્જી વોટર ઓડીટની ફીના 50% પણ સરકાર ભોગવશે.
ઉપરાંત ટેકનોલોજી અપગ્રેડેશન માટે રૂા.25 લાખ પ્રતિ યુનીટ અપાશે. ઉપરાંત ટેક્ષટાઈલ પાકે સ્થાપવા પણ સરકાર આપશે. આ ઉપરાંત ટેક્ષટાઈલ સ્થાપવામાં મુડી ખર્ચના 25% ઈન્ફ્રા. સુવિધા માટે અપાશે. જે રૂા.15 કરોડની મર્યાદામાં હશે અને આ એકમોમાં કામદારોમાં 85% અને સુપરવાઈઝર-મેનેજરીયલ કક્ષાએ 60% સ્ટોકસ સ્ટાફ જરૂરી બનાવાયો છે.


Advertisement