અયોઘ્યા ચુકાદો ચૂંટણી પહેલા લગભગ અશકય: સુપ્રિમ કોટૅ પાસે ફકત ૩૬ દિવસની સુનાવણી

11 January 2019 03:40 PM
India
  • અયોઘ્યા ચુકાદો ચૂંટણી પહેલા લગભગ અશકય: સુપ્રિમ કોટૅ પાસે ફકત ૩૬ દિવસની સુનાવણી

મોદી સરકાર હાલ તારીખ પર વોચ રાખે છે : મંદિર નિમાૅણ મુદે પણ અાશ્ર્ચયૅ સજીૅ શકે મે માસમાં ચૂંટણી જાહેર થાય તે પૂવેૅ અા મેરેથોન કામગીરી કરી શકે તો તે ભારતીય અદાલતનો અેક રેકોડૅ ગણાશે

Advertisement

નવી દિલ્હી, તા. ૧૧ સુપ્રિમ કોટૅ દ્વારા અયોઘ્યારુરામમંદિર મુદે ચુકાદો લોકસભા ચૂંટણી બાદ જ અાપવામાં અાવે તેવી શકયતા છે. જે રીતે સમગ્ર કેસ અત્યંત ગુંચવણભયોૅ છે અને તે અલગ અલગ ભાષામાં દસ્તાવેજો સુપ્રિમ કોટેૅ ચકાસવાના છે જે ૧૩૮૬૦ પાનામાં છે અને તે હિન્દી, અરબી, ગુરૂમુખી અને ઉદુૅ ભાષામાં છે. જેનું અંગ્રેજી રૂપાંતર કરવામાં અાવ્યું છે ઉપરાંત ૧પ જેટલા રેકોડીૅગ છે તે પણ તપાસવાના છે. અલ્હાબાદ હાઈકોટેૅ ચુકાદો અાપતા છ વષૅથી વધુ સમય લાગ્યો હતો અને તેના કારણે સુપ્રિમ કોટૅ પાસે ચૂંટણી જાહેર થાય તે વચ્ચે ગણતરીના દિવસોમાં જ તા. ર૯ જાન્યુઅારીના રોજ સુપ્રિમ કોટૅની નવી ખંડપીઠ અને તે નવી તારીખ નકકી કરશે. સવોૅચ્ચ અદાલતે કુલ ૮૮ લોકોની જુબાની લેવાની છે તે ખુદ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈઅે નિણૅય લીધો છે અને તેથી અા જુબાની પણ લાંબી ચાલશે. સુપ્રિમ કોટૅની બંધારણીય બંેચ સપ્તાહમાં ત્રણ દિવસ જ બેસે છે જેથી તેને સુનાવણી માટે લોકસભા ચૂંટણીની તારીખ ગણીઅે તો ૩૬ દિવસ મળશે. હવે તેટલા દિવસમાં અા મેરેથોન કામગીરી કઈ રીતે પુરી શકે તે પ્રશ્ર્ન છે જો સુપ્રિમ કોટૅ ૧૦૦ દિવસમાં ચુકાદો અાપે તો તે રેકોડૅ જ બનશે. હવે અા સ્થિતિ વચ્ચે સરકાર ખુદ કોઈ નિણાૅયક પગલુ લે છે કે કેમ તેના પર સૌની નજર છે. સુત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર અાથિૅક અનામતની જેમ રામમંદિર મુદે પર કોઈ અાશ્ર્ચયૅ સજેૅ તો તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. પરંતુ ભાજપ તે માટે હજુ સંસદના બજેટ સત્રની અાખરી તારીખ ૧૩ ફેબ્રુઅારી છે. ત્યાં સુધીમાં રાજકીય ઘટનાક્રમ જોશે.


Advertisement