રણવીર અને રણબીરને સારી વ્યકિતઅોની સાથે ઉમદા કલાકાર ગણાવ્યા અાલિયાઅે

11 January 2019 03:20 PM
Entertainment
  • રણવીર અને રણબીરને સારી વ્યકિતઅોની સાથે ઉમદા કલાકાર ગણાવ્યા અાલિયાઅે

Advertisement

અાલિયા ભટ્ટે તાજેતરમાં જણાવ્યંુ હતું કે રણવીર સિંહ અને રણબીર કપૂર સારા વ્યકિતઅો તો છે જે સાથે જ તેઅો શ્રેષ્ઠ કલાકારો પણ છે. અાલિયા હાલમા રણવીર સિંહ સાથે 'ગલી બોય'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રણવીર સિંહ અને રણબીર કપૂરમાં શો તફાવત છે અે સવાલનો જવાબ અાપતાં અાલિયાઅે કહયંુ હતું કે 'બન્નેમા તો ઘણી સમાનતા છે. બન્ને સારા વ્યકિતઅોની સાથે જ ઉમદા કલાકારો પણ છે. મારા માટે અા બન્ને સ્પેશ્યલ છે. જો બન્નેમાં કોઈ તફાવત હોય તો અે છે કે અેક સાથે હંુ 'ગલી બોય'માં દેખાવાની છું અને બીજા સાથે હું 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરી રહી છંુ.


Advertisement